News Portal...

Breaking News :

ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશમાં વડોદરાના પાયલોટ સહિત ૬ નાં કરુણ મોત

2025-05-08 21:13:10
ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશમાં વડોદરાના પાયલોટ સહિત ૬ નાં કરુણ મોત



વડોદરા : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરૂવારે ખાનગી કંપનીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ. આ અકસ્માતમાં વડોદરાના પાયલોટ સહિત ૬નાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે આ દુર્ઘટના દરમિયાન હેલિકોપ્ટરમાં પાયલોટ સાથે 6 મુસાફરો હતા. જેમાં એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અકસ્માત ઉત્તરકાશીના ગંગનાનીમાં થયો હતો. હેલિકોપ્ટર ગંગોત્રી ધામ જઇ રહ્યું હતુ.



મળતી માહિતી અનુસાર, વડોદરાના ફતેહગંજ ઇએમઇ કેમ્પસ નજીક રહેતા આશરે 59 વર્ષીય રોબિન સિંહ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એરો ટ્રાન્સ કંપનીમાં પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે તેમનો પરિવાર વડોદરા ખાતે રહે છે. આજે સવારે બનેલી દુર્ઘટનાની જાણ પરિવારને થતા તેઓ તુરંત ઉત્તરકાશી જવા રવાના થયા હતા. રોબિન સિંહ આ પહેલા ગુજરાત સરકારના પાયલોટ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.



એક રિપોર્ટ અનુસાર, હેલિકોપ્ટર દહેરાદૂનથી પ્રવાસીઓને લઇને ખરસલી માટે ઉડાન ભરી રહ્યું હતુ. આ મુસાપફરો ચારધામ યાત્રા પર ગયા હતા. તેમને ખરસાલીથી ગંગોત્રી ધામ જવાનું હતુ. આ હેલિકોપ્ટર ખાનગી કંપની એરો ટ્રાન્સનું હતુ.
મૃત્યુ યાદી 
૧. કાલા સોની (F) ૬૧, મુંબઈ  
૨. વિજયા રેડ્ડી (F) ૫૭, મુંબઈ 
૩. રુચિ અગ્રવાલ (F) ૫૬, મુંબઈ
 ૪. રાધા અગ્રવાલ (F) ૭૯, યુપી
 ૫. વેદવતી કુમારી ૪૮, AP(F) આંધ્ર પ્રદેશ.

૬. રોબિન સિંહ (M) ૬૦, ગુજરાત - પાયલોટ.

 ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવોસથી હવામાન ખરાબ છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં તોફાન અને વરસાદની ચેતવણી જાહેર કરી છે. ચારધામ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સામે કરા પણ પડ્યાં છે.

Reporter: admin

Related Post