અમદાવાદ: ગુજરાતમાં આ વખતે માવઠાએ ખેડૂતોની માઠી દશા કરી છે. ઓચિંતા વરસેલાં વરસાદને લીધે રાજ્યમાં 42 લાખ હેક્ટરમાં ખેતીને નુકશાન પહોંચાડ્યું છે, જ્યારે 16 હજારથી વધુ ગામડાઓને ખેડૂતો અસરગ્રસ્ત થયાં છે.
ખેતરોમાં ઊભા પાક ભોંયભેગાં થતાં ખેડૂતોના મોઢાંમાંથી જાણે કોળિયો છીનવી લેવાયો છે. આર્થિક રીતે તબાહ થયેલાં ખેડૂતો મજબૂરવશ થઈ જીવનલીલા સંકેલી રહ્યાં છે. છેલ્લાં એકાદ મહિનામાં ગુજરાતમાં કુલ મળીને છ ખેડૂતોએ આપઘાત કર્યો. આના પરથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કેટલી હદે કથળી હશે તેનો અંદાજ લગાવી શકાય છે.માવઠાને લીધે પાક નિષ્ફળ જતાં આર્થિક સંકળામણના ભારથી ગુજરાતમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે. વિસાવદરના ઈશ્વરીયા ગામમાં 42 વષીય ખેડૂત શૈલેષ સાવલિયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યુ હતું. આ ખેડૂતે આઠ વીધા જમીનમાં મગફળીની સાથે સાથે ડુંગળી અને તુવેરનું વાવેતર કર્યું હતું. કમોસમી વરસાદ વરસતાં મગફળી અને તુવેરનો પાક ધોવાયો હતો.
પાક નિષ્ફળ જતાં હવે કેવી રીતે દેવુ ચૂકવવું અને કેવી રીતે જીવન નિર્વાહ કરવો તે મુદ્દે ખેડૂત શૈલેષભાઈ મૂંઝવણમાં મૂકાયા હતાં. હવે આર્થિક રીતે બેઠાં થવાય તેવી સ્થિતિ નથી તેવું વિચારી તેણે ખેતરમાં ઝેરી દવા પીને મોતને વ્હાલ કર્યું હતું. ચિંતાજનક એછેકે, પાક નિષ્ફળ જતાં આર્થિક સંકડામણ અનુભવતાં ખેડૂતોએ એક પછી મોતને વ્હાલુ કરી રહ્યાં છે. અગાઉ રાજકોટ જિલ્લાના કોટડા સાંગણી તાલુકાના અરડોઈ ગામમાં 50 વર્ષિય ખેડૂત દીલીપ વિરિયાએ ઝેરી દવા પીને આપઘાત કરી હતી. જ્યારે વિંછીયા તાલુકાના રેવાણિયા ગામમાં 49 વર્ષિય ગફારભાઈ ઉનડે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારિકા ગામમાં 65 વર્ષિય વૃદ્ધ ખેડૂતે પણ આપઘાત કર્યોહતો. દેવભૂમિ દ્વારકામાં માનપુર ગામમાં 37 વર્ષિય કરશનભાઇ વાનોરિયાએ પણ આપઘાત કરી મોતને વ્હાલ કર્યું હતું.
Reporter: admin







