મુંબઈ : રશિયા સાથે ક્રૂડ ઓઇલની ખરીદી કરવા બદલ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની અસર નવરાત્રિના ચણિયાચોળીના એક્સપોર્ટ પર પણ પડી રહી છે.
વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલ એવા નવરાત્રિમાં ચણિયાચોળી અને હેન્ડીક્રાફ્ટ આઇટમ્સ ટેક્સટાઇલ અને એપરલ્સની કેટેગરીમાં આવતી હોવાથી તેમના માથે પણ ટેરિફનું જોખમ આવી રહ્યું છે. અમેરિકન ટેરિફનું જોખમ સ્થાનિક ચણિયાચોળી પર પણ આવી રહ્યું છે.
ગુજરાતના ચણિયાચોળી અને હેન્ડીક્રાફ્ટના વેપારીઓને પચાસ ટકા ટેરિફને લઈને તેના એક્સપોર્ટમાં 50 ટકા ઘટાડાનો સામનો કરી રહ્યા છે. એક બાજુ આખું વર્ષ તેના ઉત્પાદન સાથે કારીગરોએ તૈયારી કરી રાખી છે, ત્યારે ટેરિફનું ગ્રહણ આવતા વેપારી અને કારીગરોમાં નિરાશા વ્યાપી છે.
Reporter: admin







