News Portal...

Breaking News :

પાણી પુરવઠો વધારવા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ 1840 કરોડના તૈયાર કરીને સરકારમાં રજૂ કરવામાં આવ્યા

2025-08-07 15:10:52
પાણી પુરવઠો વધારવા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ 1840 કરોડના તૈયાર કરીને સરકારમાં રજૂ કરવામાં આવ્યા


વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2050 ની વસ્તીને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠો વધારવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 


આ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ 1840 કરોડના તૈયાર કરીને સરકારમાં રજૂ કરવામાં આવ્યા છે, અને તબક્કાવાર બે ત્રણ વર્ષમાં તેની મંજૂરી મળતા આ કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવશે.હાલ વડોદરાની 24 લાખની વસ્તી માટે 680 એમએલડી પાણી મેળવવામાં આવે છે, પરંતુ 2050 ની વસ્તીને ધ્યાનમાં રાખીને 1495 એમએલડી પાણીનો જથ્થો પ્રાપ્ત કરવા આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આઠ સ્થળે જેમ કે તરસાલી, લાલબાગ, વડીવાડી, કારેલીબાગ, ગોરવા, અકોટા વગેરેમાં પાણીની જૂની જર્જરીત ટાંકી તોડીને 155 કરોડના ખર્ચે નવી બનાવવાનું કામ હાથ ધરાયું છે. 176 કરોડના ખર્ચે બિલ, ભાયલી, વડોદરા, સેવાસી, જાંબુડીયા પુરા વગેરેમાં નવી ઓવરહેડ ટાંકી ઊભી થઈ રહી છે. 


આમ,16 ઓવર હેડ ટાંકીને કામ આયોજન હેઠળ છે. મહીસાગરના રાયકા, પોઇચા અને ફાજલપુર ફ્રેંચ કુવાથી મળતું પાણી ડિસ્ટર્બ થાય તો બીજા વિસ્તારને અસર ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લાઈનો ઇન્ટરલિંક કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આજવાથી મળતું પાણી પણ ડિસ્ટર્બ થાય તો તેના માટે પણ ઇન્ટરલિંક કરવાની કામગીરી હાથ ધરવાની છે. શહેરમાં પાણી ફોર્સથી મળે તે માટે છેલ્લા બે વર્ષમાં 141 કરોડના આઠ બુસ્ટરના કામ લેવાયા છે. સીંધરૉટ, અનગઢ, પોઇચા, દોડકા, નિમેટા વગેરે સ્થળેથી વધારે પાણી મેળવવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવા સહિતના કામો 911 કરોડના ખર્ચે કરવાના છે. વોર્ડ નંબર ચાર, પાંચ ,પંદર અને તેરમાં દૂષિત પાણીના પ્રશ્નો સૌથી વધુ હોવાથી જર્જરિત લાઈનો બદલીને નવા કનેક્શન નાખવાની કામગીરી આશરે 36 કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post