મંજુસર જીઆઇડીસી માં આવેલ પ્લુગા ઇલેક્ટ્રિકલ કંપનીમાં કામ કરતાં પાંચ કામદારો ને વડોદરા પોતાના ઘરે પાછા ફરતી વખતે આસોજ નજીક અકસ્માત નડ્યો હતો.

Alto કારમાં પરત ફરી રહેલા પાંચ કામદારો અને આસોજ નજીક કાર ઉપર ઝાડ પડતા અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ એક કામદારનું મો-ત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ કંપની સત્તાધીશોને કરવામાં આવતા કંપની સત્તાધીશો પણ એસએસજી હોસ્પિટલ દોડી આવ્યા હતા.
Reporter: admin







