સિહોર: મધ્યપ્રદેશના સિહોરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબી ગયા છે.
સિહોરમાં પિકનિક મનાવવા ગયેલા VIT યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓ ઝરણામાં નહાતી વખતે ડૂબી ગયા છે. જેમાંથી 2 વિદ્યાર્થીઓના મોત થઈ ગયા છે અને ત્રણ વિદ્યાર્થીઓ લાપતા છે. આ દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાપતા વિદ્યાર્થીઓની તલાશ કરી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દુર્ઘટના દૌલતપુરના જંગલમાં આવેલા ભેરૂખો ઝરણામાં બની છે. ઝરણામાં નહાતી વખતે VIT યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. જેમાંથી બેના મોત થઈ ગયા છે અને ત્રણ લાપતા છે. એવી માહિતી સામે આવી છે કે સેલ્ફી લેતી વખતે એક વિદ્યાર્થીનો પગ લપસી ગયો અને તે ડૂબવા લાગ્યો. તેને બચાવવાના પ્રયાસમાં આ તમામ વિદ્યાર્થીઓ દુર્ઘટનાનો શિકાર બન્યા.
બે વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ત્રણ હજુ પણ લાપતા છે. આ તમામ વિદ્યાર્થીઓ આંધ્ર પ્રદેશના નિવાસી છે. પોલીસે આ મામલે જણાવ્યું કે, અંધારુ હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. સવારથી રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.બે વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ત્રણ હજુ પણ લાપતા છે. આ તમામ વિદ્યાર્થીઓ આંધ્ર પ્રદેશના નિવાસી છે. પોલીસે આ મામલે જણાવ્યું કે, અંધારુ હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. સવારથી રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.
Reporter: admin







