News Portal...

Breaking News :

43 મી જગન્નાથજીની રથયાત્રા નેલઇ પોલીસ શતર્ક, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીએ રૂટ પર રિહર્સલ યોજવામાં આવ્યું

2024-07-05 20:42:17
43 મી જગન્નાથજીની રથયાત્રા નેલઇ પોલીસ શતર્ક,  પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીએ  રૂટ પર રિહર્સલ યોજવામાં આવ્યું




શહેર માં રવિવારના રોજ શહેર માં 43 મી જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે રથયાત્રાના રૂટ પર શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જેસીપી મનોજ નિનામા સહીત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ રિહર્સલ  જોડાયા હતા. 

ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા, ડીસીપી પન્ના મો મૈયા, લીના પાટિલ, અભય સોની, જુલી કોઠીયા સહીત એસિપી, પીઆઇ સહીત ના પોલીસ કર્મચારીઓ 

પોલીસનો કાફલો રૂટ પર ફર્યો છે. અને સુરક્ષાના બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી રૂટ પરના સીસીટીવી, બોડી વોર્ન કેમેરા તથા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.



રથયાત્રા દરમિયાન શાંતિ અને સુરક્ષા બની રહે, શહેરીજનો ભગવાનના દર્શન કરી શકે, તે માટે શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિભાગો સાથે સંકલનમાં રહીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2 હજાર પોલીસ અધિકારી-કર્મચારીઓ, ટીઆરબી જવાનો, સ્ટેટ રીઝર્વ પોલીસની કંપની અને આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો તૈનાત રહેશે. રથયાત્રાના અનુસંધાને ડિપ્લોયમેન્ટ કરીને રીહર્સલ કરી રહ્યા છીએ.રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે.






 




વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર જણાવ્યું હતું કે કમાન્ડ એન્ટ કંટ્રોલ સેન્ટરમાં પણ સમગ્ર રૂટ પરના સીસીટીવી કેમેરા, બોડી વોર્ન સાથે સજ્જ જવાનોના કેમેરાઓ, અને આકાશથી જોઇ શકાય તેવા ડ્રોન કેમેરાને પણ તૈનાત કર્યા છે. સાથે સાથે રથની લોકેશનને વખતોવખત જોઇ શકીએ. સંવેદનશીલતાને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ પરના પોલીસ અધિકારી-કર્મચારીનો યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી શકીએ. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ત્રણેય કેમેરાઓ અને જીપીએસ સિસ્ટમથી સમગ્ર ડિટેઇલ્સ જોઇ શકીએ છીએ. રથયાત્રા દરમિયાન ખીસ્સા કાતરુંઓ અને ચેઇન સ્નેચીંગની ઘટનાઓ ન બને તે માટે ગુનેગારો, અસામાજીક તત્વો, પાકીટમારોને લઇને પ્રિવેન્ટીન એક્શન પણ લેવામાં આવશે. રથયાત્રામાં ભક્તોને પણ સતર્ક રહેવા માટે અપીલ છે. કિંમતી વસ્તુઓ પહેર્યા વગર રથયાત્રામાં ભાગ લો અને જો કોઇ ઘટના બને તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવો.

Reporter: News Plus

Related Post