વાનોના નામની ફેક આઇડી દ્વારા ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાતી
સુરત : સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતનાં અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના 40 યુવાનને થાઈલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાને ઇરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં તેમને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઇડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી.પોલીસે સુરતનો 1 અને પંજાબના બે આરોપીને ઝડપી પાડ્યા આ મામલે સુરત સાયબર ક્રાઈમ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પંજાબના પટિયાલાના ઝિરકપુર ખાતેથી બે અને સુરતના ડિંડોલીથી એક મળીને ત્રણને પોલીસે ઝડપી લીધા છે. ભારતના અલગ અલગ રાજ્ય, જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે. રાજ્યોમાંથી કુલ 40 યુવાનને આ રીતે થાઈલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 જણાની સંડોવણી હોવાનું પણ જણાયું છે. છેલ્લા દોઢ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે.આરોપી નીરવ ચૌધરીએ 11 સાગરીતનાં નામ લખાવ્યાં સાયબર સેલની પૂછપરછમાં આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી ચાઇનીઝ કંપનીમાં HR મેનેજર હોવાનું ખૂલ્યું હતું. નિપેન્દરે પોલીસ તપાસમાં એલેક્ઝાન્ડર, એન્ઝો, કૃણાલ, નિલેશ પુરોહિત, વિલિયમ, કિંગ, વિમ, કુંપેંગ, એલોંગ, શશાંક, સ્ટ્રોંગ એમ 11 સાગરીતનાં નામ લખાવ્યાં હતાં. એ તમામ સાથે મળી છેલ્લા દોઢ વર્ષથી ભારત તથા અન્ય દેશના લોકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના અપાવવાની લાલચ અપાતી હતી. ઊંચા પગારે નોકરીની લાલચ આપી ભારતના 37, શ્રીલંકાના 2, પાકિસ્તાનના 1 એમ 40 જણાને થાઇલેન્ડ મોકલી ચાઇનીઝ માફિયાઓ મારફત બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર ખાતે મોકલી અપાયા હતા.સાઇબર સ્લેવરીનો ભોગ બનેલા નાગરિકોની યાદી સુરજીત સિંહ, શાન્દ્રા શેખર પીલા, ફૈઝ અયાન નસીમ, તરુણ, સુરેશ તત્યારામ, દીપક, રાહુલ, સમીર આમીર મહમ્મદ પવાર, આતીશ રાજેન્દ્ર વૈદ, નઇમ ઇસ્માઇલ સધી, દિનેશ, મનોજકુમાર, શુભમ, કુશાંત રાજેન્દ્ર પપૈયા (રહે. અડાજણ), અશ્વિન નાગજી માછી (રહે. સુરત), નરેશકુમાર (રહે. પંજાબ), રહેલ અહમદ, સૂરજ યાદવ, અભિષેક મૌર્ય, જસપાલ સિંહ, જુડી, સ્ટવ મુતકુ, હિરુશમા, અમન હરજીન્ગર સિંહ, તરુણ દીપ સિંહ, રાહુલ, યોગેશ દુલાભાઈ સીસારા (રહે. ક્રિષ્ણા રેસિડન્સી, કામરેજ), અક્તિ નવાઝ સોએબ (પાકિસ્તાન), વીજેન્દ્રકુમાર પ્રશાંત (શ્રીલંકા), લટફેસ મિસરેટ (ઇથોપિયન), સકસેના રોહિત, હર્ષિત, સમારાકરાજ (શ્રીલંકા), સુરેશ તુલસી (રહે. હૈદરાબાદ), દીપક ભરત પરમાર (રહે. અંબિકાનગર, ગોત્રી, વડોદરા), યતીન સોલંકી (વડોદરા), મોહમંદ બિલાલ સલાઉદ્દીન સૈયદ (રહે. સુબેદાર સ્ટ્રીટ, રાંદેર), જિગર રાવળ (રહે, વડોદરા).અંગ્રેજી બોલવામાં તકલીફ પડતાં પ્રીતે રાજીનામું આપી દીધું હતું રાજકોટના પ્રીત કમાણીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે પોતે વિવેક ભાતુ મારફત ટૂરિસ્ટ વિઝા પર થાઇલેન્ડ ગયો હતો, જ્યાં એલેક્સ નામના યુવકે અન્ય સાગરીતો સાથે મળી થાઇલેન્ડમાં નદી ક્રોસ કરાવી મ્યાનમાર KK3 નામની ચાઇનીઝ કંપનીમાં લઇ ગયા હતા. અહીં અલગ-અલગ દેશના લોકોને કોલ કરી રોકાણની સ્કીમના નામે સાયબર ફ્રોડના ગુના આયરવાની કામગીરી સોંપાઇ હતી. અંગ્રેજી બોલવામાં તકલીફ પડતાં પ્રીતે રાજીનામું આપી દીધું હતું, જેના બદલામાં અન્ય એક માણસ અથવા તો 4 હજાર ડોલર (3.50 લાખ રૂપિયા) આપવાની શરત મુકાતાં પ્રીતે હરિયાણાના રજનીશ બન્નાને નોકરી માટે મ્યાનમાર બોલાવી પાકિસ્તાની એજન્ટ એલેક્સ સાથે મુલાકાત કરાવી હતી. એ સમયે પ્રીતની મુલાકાત નીરવ ચૌધરી અને દિલ્હીના કૃણાલ સાથે થઇ હતી. નીરવ ઉર્ફે નિપેન્દરે પ્રીતને જણાવ્યું કે મ્યાનમારમાં ચાઇનીઝ કંપનીનાં અલગ-અલગ કોલ સેન્ટરો ચાલે છે.
ભારતના લોકોને મ્યાનમાર માટે તૈયાર કરશે તો વ્યક્તિદીઠ 40-50 હજાર કમિશન આપવામાં આવશે એવી ઓફર પણ કરી હતી.ચાઇનીઝ ગેંગે કોલ સેન્ટરમાં સાયબર ફ્રોડ માટે મજબૂર કર્યા હતા રાજકોટના પ્રીતે આશિષ રાણા સહિતના એજન્ટો સાથે મળી ગુજરાત તથા અન્ય રાજ્યોની 8 વ્યક્તિને ચાઇનીઝ એજન્ટો મારફત ઓનલાઇન ઇન્ટરવ્યૂ કરાવી નોકરીના નામે થાઇલેન્ડ મોકલી આપ્યા હતા. થાઇલેન્ડથી તેમને મળતિયા એજન્ટો થકી ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી ચાઇનીઝ ગેંગે અટકાયત કરી કોલ સેન્ટરમાં સાયબર ફ્રોડ માટે મજબૂર કર્યા હતા. સાયબર સેલે પ્રીતની પૂછપરછના આધારે વિઝા એજન્ટ આશિષ રમણલાલ રાણા (ઉં.વ. 37, રહે. સાઇ વિલા રેસિડન્સી, ખરવાસા રોડ, ડિંડોલી-મૂળ ગોલવાડ, વ્યારા)ની પણ ધરપકડ કરી હતી. આશિષને કમિશન પેટે પ્રીતે 37 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. તેણે પ્રીત કમાણીના ઇશારે 3 વ્યક્તિને થાઇલેન્ડ થઇ મ્યાનમાર મોકલ્યા હતા.સુરત સહિત દેશ-વિદેશના 40 યુવાનને ગેરકાયદે મ્યાનમાર લઈ જવાયા મળતી માહિતી પ્રમાણે, સુરત સાયબર ક્રાઇમ સેલના વાયરલેસ પી.એસ.આઈ એ.આર. રાણપરિયાને એક-બે મોબાઈલ નંબરોની માહિતી મળી હતી, જેમાં એવી હકીકત જણાઈ હતી કે આ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરનારા એક મોટું ઇન્ટરનેશનલ રેકેટ ચલાવી રહ્યા છે, જેમાં ભારતનાં અલગ અલગ રાજ્યોમાંથી અને બીજા અન્ય દેશોના યુવાનોને થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપીને પહેલા થાઈલેન્ડ લઈ જવામાં આવતા હતા. ત્યાંથી નદી ક્રોસ કરાવીને મ્યાનમાર અને કમ્બોડિયામાં ગેરકાયદે રીતે અટકાયત કરીને જે પણ યુવાનોને લઇ આવ્યા હોય તેના ફેસબુક આઈ.ડી. તેમજ ઈન્સ્ટગ્રામ આઈ.ડી. બનાવીને એક કોલ સેન્ટરમાં લઈ જવાતા. ત્યાર બાદ અલગ અલગ દેશ અને ભારતમાં લોકોને ઇન્વેસ્ટમેન્ટના નામે ફોન કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી.પોલીસ તપાસ દરમિયાન પંજાબના પટિયાલા પહોંચી હતી પોલીસે જાણવાજોગ નોંધ કરી આ બાબતની તપાસ પી.આઈ. એસ.બી.પઢેરિયાને સોંપવામાં આવી હતી અને તેમની ટીમે તપાસ કરીને બાતમી આધારે પંજાબ પહોંચ્યા હતા. પંજાબના પટિયાલા ખાતેના ઝિરકપુરના વી.આઈ.પી.રોડ પેન્ટા હાઉસમાં રેડ કરી હતી અને ત્યાંથી રેકેટ માટે યુવાનોને તૈયાર કરનાર નિપેન્દર ઉર્ફે નીરવ લવકુશ ચૌધરી અને પ્રીત રસિકલાલ કમાણી (મૂળ રહે. હેપ્પી હોમ પાર્ક, ન્યૂ માર્કેટ યાર્ડની પાસે, ગોંડલ, રાજકોટ)ને ઝડપી લીધા હતા. નિપેન્દર ઉર્ફે નીરવ લવકુશ ચૌધરી ચાઈનીઝ કંપનીમાં એચઆર તરીકે કામ કરે છે.પાકિસ્તાન એજન્ટ સહિત કુલ 12 લોકો આ રેકેટ ચલાવે છે આ બનેની પૂછપરછમાં ઘણી હકીકત પોલીસને જાણવા મળી હતી, જેમાં પાકિસ્તાની એજન્ટ એલેક્સ અને બીજા મળીને કુલ 12 જણા ભેગા મળીને આ રેકેટ ચલાવે છે. આ તમામ ચાઈનીઝ કંપનીના એજન્ટ તરીકે કામ કરે છે અને ભારત અને અન્ય દેશોમાંથી યુવાનોને તૈયાર કરવાનું કામ કરે છે. નિપેન્દરને એક માણસને થાઇલેન્ડથી મ્યાનમાર મોકલવા માટે વ્યક્તિદીઠ 3000 USDT એટલે કે 3 લાખ રૂપિયા કમિશન ટ્રસ્ટ વોલેટમાં મળતું હતું.આરોપીઓ દ્વારા પીડિતો પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતું આરોપી પ્રીત કમાણી વિવેક ભાતું નામની વ્યક્તિ મારફત ટૂરિસ્ટ વિઝા પર થાઈલેન્ડ ગયો હતો અને ત્યાંથી નદી ક્રોસ કરાવીને તેને મ્યાનમાર લઈ જવાયો હતો અને ત્યાં તેની પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતું હતું. તેને ઈંગ્લિશ બોલવામાં તકલીફ પડતાં તેને એવી ફરજ પાડવામાં આવી હતી કે તારે બદલે બીજો એક માણસને તારે લઈ આવવો પડશે અને પ્રીતએ મિત્ર રજનીશ બન્નાને મોકલ્યો હતો.
Reporter: admin







