વડોદરા : શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા પરિવારની ધો. 9માં ભણતી સગીર કન્યાને લગ્ન કરવાની લાલચ આપીને પટાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઇરાદે વાલીપણા માંથી અપહરણ કરી મહારાષ્ટ્ર, રાજસ્થાન ખાતે લઈ જઈને દુષ્કર્મ આચરનાર આરોપીનો કેસ પોકસોની સ્પેશિયલ કોર્ટ સમક્ષ ચાલી ગયો હતો જેમાં કસૂરવાર ઠરેલા આરોપીને અદાલતે ચાર વર્ષની સખત કેદ અને રૂ. 1000 નો દંડ ફટકાર્યો હતો. આરોપી દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદ સહિત ભોગ બનનાર સગીર કન્યાને ગુજરાત વિક્ટિમ કોમ્પેન સેશન વળતર પેટે રૂ. 10 હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો.
પરિવાર સાથે રહેતી અને ચાર સંતાન પૈકી સગીર વયની કન્યા ધો.૯ માં હતી. સવારે કન્યા સ્કૂલે ગઈ અને 11:30 વાગ્યે અચાનક ઘરે આવી ગઈ. કમળો થયો હોવાથી શેરડીનો રસ લેવા ખંડેરાવ માર્કેટ ગઈ હતી પરંતુ રાત સુધી સગીર પુત્રી પરત આવી ન હતી. ઉપરાંત તપાસ કરતા પણ મળી આવી ન હતી. આસપાસમાં તપાસ કરતા વિસ્તારમાં રહેતો યશ વિલાસ પવાર (ઉં. 19, રહે. લાલબાગ કુંભારવાડા, બળીયાદેવ ના મંદિર પાસે) ભગાડી ગયો હોવાની જાણ થઈ હતી. જેથી નવાપુરા પોલીસ સ્ટેશનમાં સગીર કન્યાના વાલીએ ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન આરોપી સગીર કન્યાને ભગાડીને મહારાષ્ટ્ર, રાજસ્થાન લઈ ગયો હતો. રાજસ્થાન ખાતે ઉદયપુર ડેપોમાં યુવકે સગીર કન્યા પર દુષ્કર્મ માં આચર્યું હોવાનું ફલિત થયું હતું. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે તથા સરકારી વકીલ પીસી પટેલ તથા બચાવ પક્ષના વકીલ ની સામ સામે દલીલો પણ થઈ હતી. જેથી આરોપીનો કેસ સ્પેશિયલ જજ માધુરી ગ્રુપ કુમાર પાંડેય (પોકસો) અને ત્રીજા એડિ. સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો. જેથી અદાલતે આરોપી યશ વિલાસ પવારને કસુરવાન ઠરાવીને ચાર વર્ષની સખત કેદની અને રૂ. 1000નો દંડ ફટકાર્યો હતો. જ્યારે ભોગ બનનાર સગીર કન્યાને ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમની જોગવાઈ હેઠળ રૂપિયા 1000 વળતર આપવા હુકમ કર્યો છે.
Reporter: admin







