News Portal...

Breaking News :

વિવાદમાં આવેલા શહેર પોલીસના 4 પોલીસ કર્મચારીઓને જિલ્લા બહાર ફેંકી દેવાયા

2025-03-13 09:39:32
વિવાદમાં આવેલા શહેર પોલીસના 4 પોલીસ કર્મચારીઓને જિલ્લા બહાર ફેંકી દેવાયા


શહેર પોલીસ તંત્રના 4 વિવાદીત પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરી દેવાતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 


આ 4 પોલીસ કર્મચારીને જિલ્લા બહાર ફેંકી દેવાતા ભ્રષ્ટ પોલીસ કર્મીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે વિવાદમાં આવેલા છાણી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિશાલ નાગજીભાઇની છાણી પોલીસમાંથી પશ્ચિમ કચ્છ-ભૂજ ખાતે બદલી કરી દીધી છે. આ ઉપરાંત હેડ ક્વાર્ટરમાં હાલ ફરજ બજાવતા લોક રક્ષક ભાર્ગવદાન સુરેશદાનની જૂનાગઢ ખાતે બદલી કરી છે. હાલ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પંકજ ધર્મરાજસિંહની બોટાદ જીલ્લામાં બદલી કરી દેવાઇ છે. તો હેડ ક્વાર્ટરમાં જ ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ખુમાનસિંહની પોરબંદર જિલ્લામાં બદલી કરી દેવાઇ છે. 


ઉલ્લેખનીય છે કે અગાઉ માંજલપુરમાં જુગારધામ પકડાયુ હતું તેમાં લોકરક્ષક ભાર્ગવદાનનું ઘર હોવાનું બહાર આવ્યું હતું. એસીપીના સ્ક્વોર્ડે આ રેડ પાડી હતી અને ત્યાર એક પોલીસ ની એજન્સી એ  દારૂ ભરેલી ગાડી પકડી હતી એમાં આઇકોર્ડ ગાડી પોલીસે કબજે કરી હતી. ઉપરાંત કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની થયેલી હત્યાના ચકચારી બનાવમાં કારેલીબાગના કોન્સ્ટેબલ પંકજની પણ બેદરકારી છતી થઇ હતી જેથી તેની હેડક્વાર્ટરમાં બદલી કરાઇ હતી તો કોન્સ્ટેબલ રણજીતસિંહે જુગારના કેસમાં આરોપીને છોડી દીધો હતો. આ દરોડો સ્ટેટ મોનિટરીંગ સેલે પાડ્યો હતો. આ તમામ પોલીસ કર્મચારીઓ વિવાદમાં આવ્યા હતા અને આખરે તેમની જિલ્લા બહાર બદલી કરી દેવાતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Reporter: admin

Related Post