News Portal...

Breaking News :

વાઘોડિયા તાલુકાના ૩૫૦ શિક્ષકોને જરોદ ખાતે સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત તાલીમ આપવામાં આવી

2024-08-03 18:02:08
વાઘોડિયા તાલુકાના ૩૫૦ શિક્ષકોને જરોદ ખાતે સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત તાલીમ આપવામાં આવી


વાઘોડિયા તાલુકાના ૧૭૩ સરકારી પ્રાથમિક શાળા, ૨ સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કુલ ૩૫૦ શિક્ષકોને બીઆરસી ભવન વાઘોડિયામાં સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ બે દિવસીય તાલીમ જરોદ મુકામે કુમાર અને કન્યા શાળા ખાતે આયોજિત કરવામાં આવી હતી. સક્ષમ શાળા તાલીમ કાર્યક્રમમાં કરજણ ફાયર બ્રિગેડ ધ્વારા શાળા સલામતી અને ફાયર સેફટી બાબતે નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વિષયની તાલિમ ફાયર બ્રિગેડણી ટીમ દ્વારા સ્થળ પર જઈને નીદર્ષિત કરવામાં આવી હતી. સમગ્ર શિક્ષા કચેરી,વડોદરાના ADPC રાકેશભાઈ સુથારના માર્ગદર્શન હેઠળ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 


સુથારે અલગ અલગ સ્થળે ચાલતી કાર્યશિબિર પર રૂબરૂ જઈ સૌના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને સમગ્ર કાર્યક્રમ અંતર્ગત પ્રેરક માર્ગદર્શન આવ્યું હતું. આ સાથે તેમને જણાવ્યું હતું કે આગામી સમયમાં દરેક ક્લસ્ટર દીઠ ઓછામાં ઓછી એક-એક શાળા તો પસંદ થાય તેવું આયોજન થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. સક્ષમ શાળા યોજના અંતર્ગત શ્રેષ્ઠ શાળાને ઘણા બધા માપદંડોને આધારે એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ કેટેગરીમાં સંમેલ થવા માટે તજજ્ઞો દ્વારા તમામ પાસાઓની વિગતે સમજ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post