શહેરની એમ.એસ.યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા પહેલી વખત તા.૨૯ અને ૩૦મી ઓગસ્ટના રોજ હેકેથોન યોજવામાં આવી હતી.
જેમાં યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગ, એમસીએ, બીસીએ, ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.૩૨ કલાકની આ હેકેથોનમાં વિદ્યાર્થીઓને વિવિધ ઉદ્યોગોની અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવાની કામગીરી આપવામાં આવી હતી.હેકેથોન બાદ વિદ્યાર્થીઓએ તેના સોલ્યુશન રજૂ કર્યા હતા.
જેમાંથી ૩૫ જેટલા વિદ્યાર્થીઓને ૧૫ જેટલી ઈન્ડસ્ટ્રી દ્વારા ઈન્ટર્નશિપ માટે પસંદ કરવામાં આવ્યા છે.જેમને કંપનીઓ દ્વારા પાર્ટ ટાઈમ કામગીરી કરવા માટે ૫૦૦૦થી માંડીને ૧૫૦૦૦ રુપિયા સુધીનું સ્ટાઈપેન્ડ પણ ઓફર કરવામાં આવશે.
Reporter: admin







