વડોદરા :પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં એક પછી એક દુર્ઘટનાઓના અહેવાલ સતત વધતા જઇ રહ્યા છે. તાજેતરમાં નાસભાગ બાદ આગની અનેક ઘટનાઓ સામે આવી હતી. હવે ફરી એકવાર મહાકુંભમાં આગ લાગવાના અહેવાલ છે.
આ વખતે સંગમ કિનારે સેક્ટર 18મા 3 ટેન્ટ બળીને ખાક થઈ ગયાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ વખતે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની જાણકારી છે.
જોકે આ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં 3 ટેન્ટ આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
Reporter: admin