પ્રોહિબીશન અને ઘરફોડ ચોરીના કેસમાં ઝડપાયેલા 3 શખ્સને શહેર પીસીબી પોલીસે પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં ધકેલી દીધા છે.

પ્રોહિબીશનના ગુનામાં ઝડપાયેલો રતનસિંગ જબ્બરસિંગ સોઢા ને પીસીબી પોલીસે પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે. તેની સામે આણંદમાં 5, વડોદરા જિલ્લામાં 1 ગુનો તથા રાજકોટ જિલ્લામાં 1 તથા ખેડા જિલ્લામાં 2 મળીને કુલ 9 ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉપરાંત પ્રોહિબીશનના ગુનામાં પકડાયા બાદ જામીન પર છુટેલા નરેશ ઉર્ફે લાલો બાબુસિંગ ચૌહાણને પોલીસે પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલી દીધો છે. નરેશ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના 5 ગુના નોંધાયેલા છે.

ઉપરાંત શહેરના કારેલીબાગ વિસ્તારની દાંતની હોસ્પિટલમાં પ્રવેશ કરી કાઉન્ટર ટેબલના ખાનામાંથી 90 હજાર રોકડા તથા બે બેગની ચોરી કરનારા તથા ચકલી સર્કલ પાસેના સુરતી ફ્લેવર્સ નામની દુકાનનું લોક તોડી 19 હજાર રોકડની ચોરી કરનારા અંકિત રમણ પાટણવાડીયાને પોલીસે પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલી દીધો છે. તેની સામે નવાપુરા મકરપુરા તથા માંજલપુર અને આંકલાવ તથા જેપી રોડ , ડભોઇ, ગોરપા પોલીસતથા વડોદરા તાલુકા પોલીસ તથા રાવપુરા પોલીસ, ફતેગંજ પોલીસ તથા અકોટા પોલીસ સ્ટેશનમાં તથા ગોત્રી પોલીસમાં મળીને કુલ 31 ગુના નોંધાયેલા છે.
Reporter: admin







