મોરબીના 3 બંધ મકાનોમાં ઘરફોડ ચોરી કરનાર 3 રીઢા શિકલીગર આરોપીઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને રોકડ રૂપિયા, સોના-ચાંદીના દાગીના, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,51,300નો મુદ્દામાલ જપ્ચ કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વડોદરા શહેરના સયાજીગંજની શંકરનગર ઝૂપડપટ્ટીમાં રહેતો પ્રેમસિંગ ઉર્ફે બીમો સતનામસિંગ શિકલીગર તેના સાગરીતો સાથે ચોરીનો મુદ્દામાલ ભાગ પાડવા માટે છાણી કેનાલ રોડ પર કાર (GJ-03-DN-9183)માં એકઠા થયા છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા કારમાં 3 શખસો મળી આવ્યા હતા. પોલીસે પ્રેમસિંગ ઉર્ફે ભીમ સતનામસિંગ શિકલીગર (ઉ.વ. 24, રહે. શંકરનગર ઝૂપડપટ્ટી, સયાજીગંજ અને ચિંતનનગર, દંતેશ્વર, વડોદરા) કુલદીપસિંગ ઉર્ફે સન્ની ભગતસિંગ બાવરી (શિકલીગર) (ઉ.વ. 20, રહે. નિઝામપુરા, પેન્શનપુરા, આંબેડકર ચોક, વડોદરા) અમરસિંગ ઉર્ફે પાપે લોહરસિંગ બાવરી (શિકલીગર) (ઉ.વ. 22, રહે. જલારામનગર ઝૂપડપટ્ટી, મહાનગર, ડભોઇ રોડ, વડોદરા)ને ઝડપી લીધા હતાપૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તેઓએ લગભગ 20 દિવસ પહેલાં વડોદરાથી મોરબી જઈને રાત્રે સોસાયટીના 3 બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હતી. ચોરીના સોના-ચાંદીના દાગીનામાંથી કેટલાક વેચી રોકડ મેળવી હતી. આ ચોરીના ગુનો મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
આરોપીઓનો ગુનાહિત ભુતકાળ
પ્રેમસિંગ વડોદરા શહેર, ગ્રામ્ય અને રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી અને મારામારીના કુલ 14 ગુનામાં પકડાયો છે. આરોપી પાસા હેઠળ પણ જેલમાં રહી ચુક્યો છે. કુલદીપસિંહ સામે ઘરફોડ ચોરી અને 1 મારામારીનો ગનો નોંધાયો છે. અમરસિંગ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના 4 ગુનાઓમાં પકડાયો છે
Reporter: admin







