News Portal...

Breaking News :

બાહુબલી નેતા તથા જનતા દળ યુનાઈટેડના ઉમેદવાર અનંત સિંહ સહિત 3ની ધરપકડ

2025-11-02 10:07:41
બાહુબલી નેતા તથા જનતા દળ યુનાઈટેડના ઉમેદવાર અનંત સિંહ સહિત 3ની ધરપકડ



પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની વચ્ચે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. 

હાલમાં જ મોકામામાં દુલારચંદ યાદવની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઊભા થયા હતા. હત્યાનો આરોપ બાહુબલી નેતા તથા જનતા દળ યુનાઈટેડના ઉમેદવાર અનંત સિંહ તથા તેમના સમર્થકો પર લગાવવામાં આવ્યો હતો. કારણ કે દુલારચંદ યાદવ અને અનંત સિંહ એકબીજાના કટ્ટર દુશ્મન માનવામાં આવતા હતા. એવામાં હવે બિહાર પોલીસે અનંત સિંહની ધરપકડ કરી છે. 

પટના પોલીસ સ્થિત કારગિલ માર્કેટ પહોંચી અને અડધી રાત્રે અનંત સિંહની ધરપકડ કરવામાં આવી. ત્યાંથી તેમને પટના લઈ જવામાં આવ્યા. પટનાના SSP કાર્તિક શર્માએ કહ્યું કે દુલારચંદ હત્યાકાંડની પ્રાથમિક તપાસ બાદ અનંત સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમના બે સહયોગી મણિકાંત ઠાકુર અને રણજીત રામની પણ ધરપકડ કરાઈ છે. SSPએ વધુમાં જણાવ્યું છે કે તપાસમાં સામે આવ્યું છે કે ઘટના સમયે અનંત સિંહ તથા તેમના સહયોગીઓ ઘટનાસ્થળે હાજર થયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર દુલારચંદ યાદવના શરીર પર ગોળી અને ઈજાના નિશાન મળ્યા છે. આ મામલે અનંત સિંહને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post