News Portal...

Breaking News :

સરદાર સરોવર યોજનામાં 3.38 લાખ ક્યુસેક આવક સામે 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

2024-08-28 10:02:34
સરદાર સરોવર યોજનામાં 3.38 લાખ ક્યુસેક આવક સામે 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું


અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાનો શ્રાવણ મહિનો પાણીનો સંગ્રહ કરતાં જળાશયો માટે ફળદાયી નિવડ્યો છે.  


રાજ્યના 207 જળાશયોમાં ક્ષમતા સામે 78 ટકા જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર યોજનામાં 3.38 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વણાકબોરી જળાશયમાં 2.87 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.87 લાખની જાવક છે. એવી જ રીતે ઉકાઈમાં 2.47 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.46  લાખની જાવક, આજી-4માં 1.63 લાખ ક્યુસેક સામે 1.63 લાખની જાવક, કડાણામાં 1.50 લાખ ક્યુસેક પાણી સામે 1.25 લાખની જાવક તેમજ ઉંડ-1માં 1.19 લાખ ક્યુસેક સામે 1.19 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. 


રાજ્યમાં વરસાદની મહેરના કારણે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર પાણીની આવક થઈ છે. ડીપ ડિપ્રેશનના કારણે વરસી રહેલા સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે ૪૬ જળાશયો 70 થી 100 ટકા ભરાતાં હાઈ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે.આ સિવાય રાજ્યના 23 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. 30માં 25થી 50 ટકા વચ્ચે પાણી ભરાયું છે તેમજ 31 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. સરદાર સરોવર નર્મદા યોજનામાં હાલમાં 290547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયોમાં 407440 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.


Reporter: admin

Related Post