News Portal...

Breaking News :

ગુજરાતમાં 80 નગર પાલિકામાં કુલ બેઠકના 27 ટકા બેઠકો ઓબીસી બેઠકો જાહેર

2024-07-02 10:03:14
ગુજરાતમાં 80 નગર પાલિકામાં કુલ બેઠકના 27 ટકા બેઠકો ઓબીસી બેઠકો જાહેર


ગાંધીનગર : ગુજરાતમાં પાલિકા અને પંચાયતમાં આવનારા ત્રણેક મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ માટે બંને વિભાગો અને રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ આરંભી છે.


જેમાં રાજ્યની તમામ પાલિકા- પંચાયતોમાં 10ને બદલે 27 ટકા ઓબીસી અનામતનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો. તે માટે હવે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હાલ છેલ્લા અઢી વર્ષથી અનેક પાલિકા અને પંચાયતમાં ચૂંટણીઓ યોજાઈ નથી ત્યાં માત્ર અધિકારીઓથી સંચાલન થઈ રહ્યુ છે.જેમાં મળતી માહિતી મુજબ શહેરી વિકાસ વિભાગના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ જુલાઈને અંતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્દત પૂર્ણ થાય છે. તે સિવાય વાપી પાલિકાને હવે મહાનગરપાલિકા તરીકે વિસ્તારવાનો નિર્ણય લેવાયો છે. 


તેથી આ બંને શહેરો ઉપરાંત જ્યાં ફેબ્રુઆરી -2023થી સામાન્ય ચૂંટણી સ્થગિત છે તે 80 નગર પાલિકામાં કુલ બેઠકના 27 ટકા બેઠકો ઓબીસી બેઠકો જાહેર કરીને તેની ફાળવણી કરવાના આદેશો અપાયા છે. જેમાં ઝુલતો પૂલ તૂટી પડવાને કારણે સુપરસિડ કરવામાં આવેલી મોરબી પાલિકાનો પણ સમાવેશ થાય છે.પાલિકાઓ ઉપરાંત રાજ્યમાં સૌથી મોટા જિલ્લા બનાસકાંઠા અને ખેડા એમ બંનેની જિલ્લા પંચાયતો, તેના તાબા હેઠળની 17 તાલુકા પંચાયતો તેમજ તે સિવાય રાજ્યભરમાં 4,127 ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે યોજાશે. અમદાવાદ કોર્પોરેશનની એક બેઠક ખાલી છે. તે સિવાય અન્ય મહાનગરમાં બે અને 39 પાલિકાઓની એમ કુલ મળીને શહેરી સંસ્થાઓમાં ખાલી પડેલી 42 તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતોની 42 એમ કુલ 84 બેઠકો ઉપર પેટાચૂંટણીઓ યોજાશે.

Reporter: News Plus

Related Post