News Portal...

Breaking News :

હાલોલના તાજપુરા ખાતે મુખ્યમંત્રી અને મહા સિદ્ધ યોગી પરમ પૂજ્ય દાદા બાપુની ઉપસ્થિતિમાં 25001 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

2025-06-12 09:56:15
હાલોલના તાજપુરા ખાતે મુખ્યમંત્રી અને મહા સિદ્ધ યોગી પરમ પૂજ્ય દાદા બાપુની ઉપસ્થિતિમાં 25001 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું


પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શ્રી નારાયણ ધામ તાજપુરાના મહાન સંત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ બાપુની તપો ભૂમિની સાનિધ્યમાં નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા વિરાટ નારાયણ વન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે 


જે અંતર્ગત ગત વર્ષે નારાયણ વિરાટ વનમાં એક દિવસમાં એક જ સમયે 13551 જેટલા વિવિધ પ્રકારના રોપાઓ અને વૃક્ષોનું વાવેતર કરી એક રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો અને આ સ્થળે આગામી વર્ષોમાં પાંચ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આજે 15,000 થ પણ વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું છે જે અંતર્ગત આ વર્ષે પણ વિરાટ નારાયણ વન અભિયાન અંતર્ગત ભારત દેશના માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવાના મહા અભિયાન અંતર્ગત આયોજિત કરાયેલ એક વૃક્ષ માં કે નામની ઝુંબેશ ઉપાડી વિરાટ નારાયણ વન ખાતે એક વૃક્ષ નારાયણ બાપુજી કે નામ અને એક વૃક્ષ માં કે નામની મહા જુંબેશ હાથ ધરી એક જ દિવસમાં એક જ સમયે 25001 એક જેટલા વિવિધ પ્રકારના ઔષધીય અને આયુર્વેદિક વૃક્ષો અને રોપાઓનું વાવેતર કરી મહા વૃક્ષારોપણનો પોતાનો જ રેકોર્ડ તોડી એક નવો રેકોર્ડ સ્થાપિત કરવાનું અભિયાન હાથ ધરાયું છે  જે અંતર્ગત આજે બુધવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખંડ નિરાહારી મહા સિદ્ધ યોગી પરમ પૂજ્ય દાદા ગુરુ સહિત અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં મહા વૃક્ષારોપણનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી અને ઉપસ્થિત સૌ કોઈએ વૃક્ષારોપણ કર્યું હતું 


જોકે આજે પૂનમ હોઈ યાત્રાધામ શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુના હજારો નારાયણ ભક્તો પણ પૂનમ કરવા માટે તાજપુરા ખાતે પધાર્યા હતા અને તેઓ પણ આ મહા વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાયા હતા જેને લઈને આજે બુધવારે સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધીમાં સમસ્ત વિરાટ નારાયણ વનમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને સૌ કોઈએ ભેગા મળી એક એક વૃક્ષ અને રોપાઓનું વાવેતર કરી એક સાથે એક જ સમયે  25,001 એક જેટલા વૃક્ષો અને રોપાઓનું મહા વૃક્ષારોપણ કરી ઇતિહાસ સર્જ્યો હતો જેમાં મહા વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદુરની પણ એક ઝલક વિરાટ નારાયણ વનમાં સિંદૂર વનના નામે જોવા મળી હતી જેમાં આજે બુધવારે 25001 એક વૃક્ષોનું વૃક્ષારોપણ થયા બાદ આવનારા વર્ષમાં પાવાગઢની ટોચ પર વિરાજમાન શ્રી મહાકાળી માતાજીના નામે વૃક્ષારોપણ કરી એક પેડ મહાકાળી માં કે નામના શીર્ષક હેઠળ એક લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાશે તેવી માહિતી મળવા પામેલ છે જેમાં આજના આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય શ્રી દાદા ગુરુ સહિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર વી પટેલ તેમજ ગુજરાતના કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મૂળુભાઈ બેરા કેબિનેટ મંત્રી મધ્યપ્રદેશ પ્રહલાદસિંહ પટેલ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા ગોધરાના સાંસદ રાજપાલસિંહ જાદવ રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્ય કાલોલ ફતેસિંહ ચૌહાણ, ધારાસભ્ય ગોધરા સી.કે રાહુલજી, ધારાસભ્ય મોરવાહડફ નિમિષા સુથાર,અને  તેમજ વિરાટ નારાયણ વનના સંયોજક અને જેઓની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન થયું છે તેવા પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર, શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના મુખ્ય ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર, ટ્રસ્ટની જયંતીભાઈ પંચાલ, સુનિલભાઈ શાહ, અને વોકમેન ઓફ ઇન્ડિયા ડૉ.રાજુભાઈ ઠક્કર પંચમહાલ જિલ્લા વન વિભાગના (આઈએફએસ) ડી.સી.એફ પ્રિયંકાબેન ગેહલોત હાલોલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતિષ બારીયા સહિત અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ અને હજારોની  સંખ્યામાં નારાયણક ભક્તો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post