News Portal...

Breaking News :

ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ નવા LPG કનેક્શન અપાશે

2025-09-23 17:12:31
ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ નવા LPG કનેક્શન  અપાશે


દિલ્હી : કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજનાનો વિસ્તાર કરીને 25 લાખ મહિલાઓને મફત LPG કનેક્શન આપશે. મહિલા સશક્તિકરણ તરફ એક મોટું પગલું ભરતા સરકારે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ 25 લાખ નવા LPG કનેક્શન આપવાની મંજૂરી આપી છે. 



નવરાત્રીના શુભ પ્રસંગે, હું ઉજ્જવલા પરિવાર સાથે સંકળાયેલી તમામ માતાઓ અને બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ પગલું તેમને આ શુભ પ્રસંગે આનંદ જ નહીં પરંતુ મહિલા સશક્તિકરણ પ્રત્યેના આપણા સંકલ્પને પણ મજબૂત બનાવશે," 23 સપ્ટેમ્બર 2025ના રોજ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું.ઉજ્જવલા પરિવારના સભ્યોની સંખ્યા 10.60 કરોડ સુધી પહોંચશે. ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ નવા LPG કનેક્શન જાહેર કરવા અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, "નવરાત્રીની શરૂઆત સાથે ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ ડિપોઝિટ-મુક્ત રસોઈ ગેસ કનેક્શન આપવાનો નિર્ણય એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા દુર્ગાની સમકક્ષ મહિલાઓનું સન્માન કરવાની પ્રતિબદ્ધતાનો બીજો પુરાવો છે. 


આ માતાઓ અને બહેનોનું સન્માન અને સશક્તિકરણ કરવાના અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે." X પર એક પોસ્ટમાં, પુરીએ જણાવ્યું હતું કે આ 25 લાખ નવા કનેક્શન સાથે દેશભરમાં ઉજ્જવલા પરિવારના સભ્યોની સંખ્યા 10.60 કરોડ સુધી વધી જશે.હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દરેક કનેક્શન પર 2,050 ખર્ચ કરશે, જેથી લાભાર્થીઓને મફત LPG સિલિન્ડર, ગેસ સ્ટવ અને રેગ્યુલેટર મળે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, "ઉજ્જવલા યોજના માત્ર એક યોજના નથી, પરંતુ દેશમાં એક મોટી ક્રાંતિની ટોર્ચ બની છે, જેની જ્યોત દેશના દરેક ખૂણા સુધી, દૂરના વિસ્તારોમાં પણ પહોંચી ગઈ છે. હાલમાં મોદી સરકારની 300 સબસિડી સાથે 10.33થી વધુ ઉજ્જવલા પરિવારોના સિલિન્ડર ફક્ત 553માં રિફિલ કરવામાં આવે છે. આ કિંમત વિશ્વભરના LPG ઉત્પાદક દેશો કરતા ઓછી છે."

Reporter: admin

Related Post