News Portal...

Breaking News :

ખાસ રેવન્યુ કોર્ટના બીજા તબક્કાના અંતે આરટીએસના ૨૦૬ કેસો ઠરાવ ઉપર લેવાયા

2025-03-28 18:13:16
ખાસ રેવન્યુ કોર્ટના બીજા તબક્કાના અંતે આરટીએસના ૨૦૬ કેસો ઠરાવ ઉપર લેવાયા


વડોદરા કલેક્ટર કચેરીમાં પડતર રહેલા રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સી (આર.ટી.એસ.)ના કેસોનો નિકાલ કરવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા રચવામાં આવેલી ખાસ રેવન્યુ કોર્ટના પ્રોસેડિંગનો આજે બીજો તબક્કો હતો. જેમાં કુલ ૨૦૬ કેસને ઠરાવો ઉપર લેવામાં આવ્યા છે. 


સરકારી નર્સિંગ કોલેજ ખાતે પક્ષકારો અને વકીલોએ ઉપસ્થિતિ રહી તેમની અરજી, રજૂઆતો જમા કરાવી હતી. આ સ્પેશિયલ રેવન્યુ કોર્ટમાં કુલ ૧૫૬૦ જેટલા કેસોનું પ્રોસેડિંગ હાથ ધરવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીના બે તબક્કામાં કુલ ૨૭૭ જેટલા કેસના ઠરાવો કરવામાં આવ્યા છે, જેમાં ગત શુક્રવાર ને તા. ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ આયોજીત પ્રથમ તબક્કામાં ૭૧ અને આજે આયોજીત બીજા તબક્કામાં ૨૦૬ કેસને ઠરાવ પર લેવામાં આવ્યા છે. આજે કુલ ૧૪૮૯ જેટલા કેસોનું સવાર અને બપોર બાદ એમ બે સત્રમાં પ્રોસેડિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી કુલ ૨૦૬ કેસને ઠરાવ પર લેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેલા કેસોનું આગામી અન્ય તબક્કાઓમાં પ્રાંતવાર પ્રોસેડિંગ હાથ ધરવામાં આવશે.  


કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ મહેસૂલ કર્મીઓ અને અરજદારોને મળ્યા હતા. મહત્વનું છે કે, સ્પેશિયલ રેવન્યુ કોર્ટનો ત્રીજો તબક્કો તા. ૦૪-૦૪-૨૦૨૫ ને શુક્રવાર તેમજ ચોથો તબક્કો તા. ૧૧-૦૪-૨૦૨૫ ને શુક્રવારે યોજાશે. અગાઉના બે તબક્કાની જેમ જ આગામી બંને તબક્કા પણ સરકારી નર્સિંગ કોલેજ, વેક્સિન કેમ્પસ, દિવાળીપુરા કોર્ટની બાજુમાં યોજાશે. આ કોર્ટનો સમય સવારના ૯થી ૧૧ અને ૧૧.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધીનો રહેશે. નાયબ કલેક્ટર ગીતાબેન દેસાઇ, સુહાનીબેન કેલૈયા અને પૂનમબેન પરમાર આ અભિયાનનું સંકલન કરી રહ્યા છે.

Reporter: admin

Related Post