દિલ્હી: પોલીસે સુપ્રીમ કોર્ટમાં એક મોટું અને વિશિષ્ટ સોગંદનામું રજૂ કરતાં દાવો કર્યો છે કે, 2020ના દિલ્હી રમખાણો 'શાસન પરિવર્તન ઓપરેશન'નો ભાગ હતાં.
આ સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે આ રમખાણોને ફક્ત કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ગણવાને બદલે વધુ ઊંડાણમાં જઈને તેને રાજકીય હેતુઓ સાથેનું ઓપરેશન ગણાવ્યું છે. આ સોગંદનામું રમખાણો પાછળના કાવતરા અને હેતુઓની તપાસને નવી દિશા પ્રદાન કરે છે.2020ના દિલ્હી રમખાણોના કાવતરા કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, મીરાં હૈદર, ગુલ્ફીશા ફાતિમા અને અન્ય લોકોના જામીનનો વિરોધ કરતા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં દિલ્હી પોલીસે હિંસાને એક સંકલિત 'શાસન પરિવર્તન ઓપરેશન' નો ભાગ ગણાવ્યો છે.
સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો છે કે, રમખાણો અચાનક થયેલા દેખાવોનો ભાગ ન હતા, પરંતુ ભારતની અંદરની શાંતિ અને આંતરરાષ્ટ્રીય સ્થિતિને અસ્થિર કરવાનો ઇરાદાપૂર્વકનું ષડયંત્ર હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓએ આરોપીઓ વિરૂદ્ધ સાંપ્રદાયિક આધાર પર રચવામાં આવેલા ષડયંત્ર સાથે જોડતા સીધા, દસ્તાવેજી અને ટેક્નિકલ પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસનો દાવો છે કે નાગરિકતા (સુધારા) કાયદા (CAA) સામેની અસંમતિને હાથો બનાવી ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા પર હુમલો કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
Reporter: admin







