રૂપાલા ના વિરોઘ નો ચરુ ધીમે ધીમે આગળ વઘી રહીયો છે ગુજરાત મા વિવિઘ સંગઠનો રૂપાલા ના વિરોઘ મા આગળ વઘતા ભાજપા ના ચિંતા નું મોજું ફરી વળ્યું છે. વિરોઘ ને ખાળવા ભાજપા એ ભરપૂર પ્રયાસો હાથ ઘર્યા છે પરંતુ ભાજપા ને હજુ સુધી કામયાબી મળી નથી રાજકોટનાં લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં હજુ પણ ક્ષત્રિય સમાજનો રોષ સમ્યો નથી. ક્ષત્રિય સમાજ દ્વારા તા.14ના રોજ રાજકોટના રતનપર ખાતે મહાસંમલેનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમલેનમાં વડોદરાથી 2000 ઉપરાંત ક્ષત્રિયો ભાગ લેવા માટે જનાર છે. મહાસંમેલનમાં જવા માટે બસોની સુવિધા કરવામાં આવી છે. તો અનેક લોકો પોતાના વાહનોમાં જવાના છે.
મહાકાલ સેનાના અગ્રણી મહેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી સામે લડત આપવા ક્ષત્રિય સમાજ એક થઇ ગયો છે. હવે જ્યાં સુધી અમારી માગ પૂરી નહિં થાય ત્યાં સુધી ક્ષત્રીય સમાજ લડત ચાલુ રાખશે. હવે આ લડત શહેરમાં અને ગામેગામ પ્રસરી ગઇ છે. આવનારા દિવસોમાં આ લડત ઉગ્ર પણ બની શકે છે,
તા.14મીના રોજ રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિયો આવનાર છે. જેમાં વડોદરા શહેરમાંથી 2000 ઉપરાંત ક્ષત્રિયો ભાગ લેવા માટે જનાર છે. મહાસંમેલનમાં ભાગ લેવા જવા માટે 7 જેટલી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક લોકો પોતાના પ્રાઇવેટ વાહનો લઇને પણ મહાસંમેલનમાં ભાગ લેવા માટે જનાર છે.
વડોદરા શહેરની સાથે જિલ્લામાંથી પણ અનેક ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા માટે જનાર હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લાના ગામેગામથી લોકો પોતાના પ્રાઇવેટ વાહનો લઇને જનાર છે. તો કેટલાંક ગામના લોકો દ્વારા વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Reporter: