પાલિકા ચૂંટણી પહેલા મોટું રાજકીય ફેરબદલ
યુવા કાર્યકરોએ પકડ્યો ‘આપ’નો હાથ
વડોદરામાં આગામી મહાનગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની ગઈ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો આપતાં આશરે 200 કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો હાથ પકડી લીધો છે. જેમાં મોટાભાગે યુવા કાર્યકરોનો સમાવેશ થાય છે, જેમણે સામૂહિક રીતે ભાજપની સભ્યતા છોડી ‘આપ’માં પ્રવેશ કર્યો છે.
પાર્ટીના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં તમામ કાર્યકરોનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના નેતાઓનો દાવો છે કે આ પરિવર્તન ભાજપ પ્રત્યે વધી રહેલી જનતા નારાજગી અને ‘આપ’નો વધી રહેલો જન આધાર દર્શાવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આટલા મોટા પાયે કાર્યકરોના પલટાવથી આવનારા ચૂંટણીના સમીકરણો બદલાઈ શકે છે.
Reporter: admin







