સિનીયર સિટીઝન મહિલાને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડીને તેના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી કરનારા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો
પોલીસની ટીમ વાડી શાસ્ત્રી બાગ પાસે રોડ પર ચેકીંગમાં ઉભી હતી ત્યારે સામેથી આવતી રિક્ષા ચાલક પોલીસને જોઇને રિક્ષાને પલટાવીને ભાગવાની કોશિશ કરી હતી પણ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તેનું નામ રવિ રાજુ તરટીયા તથા પેસેન્જર સીટ પર બેઠેલા સુનિલ ચંદુ નાવડીયા હોવાનું જણાયું હતું. પોલીસે બંનેની તપાસ કરતાં તે બંને તથા તેમના 2 મહિલા સાગરીત ભેગા મળીને રિક્ષામાં બેસીને પેસેન્જર તરીકે કોઇ મુસાફરને વચ્ચે બેસાડતા હતા અને ત્યારબાદ મુસાફરની નજર ચુકવી કટર વડે સોનાની ચેઇ કાપી લઇ લેતા હતા. પોલીસે તેમની પાસેથી સોનાની ચેઇન પણ કબજે કરી હતી. પોલીસે આ ટોળકી સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
Reporter: admin







