News Portal...

Breaking News :

હેવી થ્રી ફેસ આમ્ર્ડ કેબલની ચોરી કરનારા 2 ઝડપાયા

2025-07-31 13:04:30
હેવી થ્રી ફેસ આમ્ર્ડ કેબલની ચોરી કરનારા 2 ઝડપાયા


પોલીસે 4 લાખની કિંમતનો કેબલ જપ્ત કર્યો...




વાઘોડીયા રોડ પર ઇલેકટ્રીક લાઇનના હેવી થ્રી ફેસ આમ્ર્ડ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબીએ 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે વાઘોડીયા રોડ પર આવેલ ધ મોન્સુન હોટલ સામે તથા દુરદર્શ ટાવર નજીક તથા ખટંબા પાટીયા નજીક ઇલેકટ્રીક લાઇનના બેવી થ્રી ફેસ આમ્ર્ડ કેબલ નાખવાની કામગીરી ચાલતી હતી ત્યારે ત્રણેય જગ્યાએથી કેબલની ચોરી થઇ હતી. 


પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે બાતમી મળી કે અંકીત લટ્ટા કવિશ સજ્જનસિંહ દેવપુરાએ આ ચોરી કરી છે અને તે તરસાલી ચોકડી પાસે ચીખોદરા ગામની સીમમાં સાવરીયા ટ્રેડીંગ કંપનીના ગોડાઉનમાં ચોરીનો કેબલ મુકેલો છે જેથી પોલીસે રેડ પાડીને અંકિત સત્યનારાયણ લટ્ટા અને કવિશ દેવપુરાને ઝઢપી પાડ્યા હતા,. પુછપરછમાં બંનેએ આમોદર અને ખટંબા ગામ નજીકથી આ ચોરી કરીને ગોડાઉનમાં માલ મુક્યો હતો.  પોલીસે 4 લાખની કિંમતનો કેબલ જપ્ત કરી વધુ તપાસ શરુ કરી હતી.

Reporter: admin

Related Post