આજકાલ બિસ્કિટની અનેક પ્રકારની વેરાઈટીઓ જોવા મળે છે. ક્રીમવાળી બિસ્કિટ, સોલ્ટી બિસ્કિટ, કાજુ-બદામ, બટરવાળી બિસ્કિટ, જીરાવાળી, મેથીવાળી બિસ્કિટ વગેરે ખવાય છે.
પરંતુ , શું તમે ક્યારેય દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી બિસ્કિટ વિશે સાંભળ્યું (વર્લ્ડની કોસલીએસ્ટ બિસ્કિટ) છે? સૌથી મોંઘી આ બિસ્કિટ છે 1912નું અને તેનું ટાઈટેનિક સાથે ખાસ સંબંધ છે. જી હા,જ્યારે 1912માં ટાઈટેનિક ડૂબી ગયું હતું એ સમયે આ બિસ્કિટ સુરક્ષિત બચી ગઈ હતી અને એક સદી બાદ આ બિસ્કિટની લિલામી કરવામાં આવી હતી. આશરે 23,000 અમેરિકન ડોલરમાં આ બિસ્કિટ ઈંગ્લેન્ડમાં ખરીદવામાં આવ્યું હતું. આ 23,000 અમેરિકન ડોલરની રકમને જ્યારે ઈન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવે તો આ તે આશરે 18,86,000 રૂપિયા જેટલી થાય છે.
આટલી ઊંચી કિંમતે વેચાયેલા આ બિસ્કિટની ખાસિયત વિશે વાત કરીએ તો તે આશરે 9થી 10 સેન્ટિમીટરની છે. ટાઈટેનિક જે સમયે ડૂબ્યું એ સમયે લાઈફબોટમાં આ બિસ્કિટ પણ બચી ગયું હતું. સૌથી પહેલાં જેમ્સ ફેનવિકે તેને એક યાદગિરી કહો કે નિશાની તરીકે સંભાળીને રાખ્યું હતું. પરંતુ બાદમાં આ બિસ્કિટને એન્ડ્રયુ એલડ્રિઝે લીલામી કરીને વેચી દીધી હતું.
Reporter: News Plus