News Portal...

Breaking News :

ગુજરાત સરકાર ના જળ સંપત્તિ મંત્રાલય દ્વારા 150 કરોડ ની જળસંચય યોજના અમલ થશે

2024-07-31 20:39:16
ગુજરાત  સરકાર  ના  જળ સંપત્તિ મંત્રાલય  દ્વારા 150 કરોડ  ની  જળસંચય યોજના  અમલ થશે





 જળ સંચય યોજના નો  અમલ પ્રથમ  વડોદરા  મહાનગર  ભાજપ દ્વારા કરાયો હતો
સરકાર ૧૫૦ કરોડ ની જળ સંચય યોજનાની શરુઆત કરી. વડોદરા મહાનગર ભાજપ એ જળ સંચય યોજના અમલ કરવામાં રાજ્ય માં પ્રથમરાજ્ય સરકાર લોકભાગીદારીથી બિન ઉપયોગી ખાનગી ટ્યુબવેલ રીચાર્જ કરવાની યોજના જળસંપત્તિ મંત્રલાય દવારા શરુ કરાશે આ અંગે મંત્રી શ્રી કુંવરજી બાવળીયા એ રૂ.૧૫૦ કરોડની 'ભૂગર્ભ જળ રીચાર્જ' યોજના અમલ કરવાની જાહેરાત કરી છે 90 ટકા સરકાર અને 10 ટકા લોકભાગીદારી થી યોજના અમલ માં મુકાશે અને જળસંચય થકી વરસાદી પાણી નો સંગ્રહ કરાશે ત્યારે આ જળ સંચય યોજના નું પ્રારંભ નું એપિસેન્ટર વડોદરા મહાનગર બન્યું હતું પ્રથમ જળસંચય યોજના નો અમલ ભાજપ મહાનગર વડોદરા દ્વારા શરુ કરાયો હતો જેમાં રાજ્ય ના ગૃહ મંત્રી તેમજ ધર્મગુરુ દ્વારા ખાત મુહર્ત કરાયું છે અને ખુબ વેંગ વંતી કામગીરી શરુ કરાઈ છે જેથી શહેરી જનો પણ આ જળ.સંચય યોજના થી ખુશી ની લાગણી ફેલાઈ છે




સારંગ પૂર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્ર ના જળ યોજના કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ જી દવારા ગુજરાત માં જળ સંચય યોજના અમલ કરવા આહવાન કર્યું હતું અને વરસાદી પાણી ના સંગ્રહ માટે હાકલ કરી હતી ત્યારે વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડો. વિજય ભાઈ શાહ દ્વારા રાજ્ય માં પ્રથમ જળ સંચય યોજના નો અમલ થાય તે માટે રોડ મેપ તૈયાર કરી શહેર ના 100 વિસ્તાર ને આવરી ને આ યોજના લાગુ કરવા કામગીરી શરુ કરી હતી આ યોજના ના ભાગ રૂપેશહેરમાં જળ સંચયને લઈને શહેર ભાજપે તારીખ 6/7/2024 ના રોજ એમ.એસ. યુનિવર્સિટીના એમ.કોમ દીપ ઓડીટોરીયમ ખાતે સેમિયાર યોજાયો હતો. જેમાં ભાજપા ના આગેવાનોની સાથે તજજ્ઞોએ પણ પોતાની વાત મૂકી હતી અને જળ સંચય આજના સમયની માગ છે અને લોકોમાં આ અંગે વધુમાં વધુ જાગૃતિ આવે, લોકો રેઈન વોટર હાર્વેસ્ટિંગ કરતા થાય અને ભુગર્ભ જળનુ સ્તર ઉંચુ જાય તે માટે વિવિધ યુનિવર્સિટીના ૫૦ વિદ્યાર્થીઓ રઈના વોલિયેન્ટર્સ તરીકે જોડાયા હતા અને શહેરમાં વિવિધ સ્થળે સરવે કરીને રેઈન વોટર હાર્વેસ્ટીંગની યોજનાનો અમલ કરાવવા પ્લાન તૈયાર કર્યો હતો .



શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહની અધ્યક્ષતા માં યોજાયેલા સેમિનારથી આ અભિયાનની શરૂઆત કરાઈ હતી. જેમાં આજના સમયમાં જળ સંચય કેમ મહત્વનું છે ? જળ સંચય કંઈ રીતે કરી શકાય ? વિગેરે બાબતોને આવરી લઈને નિષ્ણાતો દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી. શહેરમાં પાણીની સમસ્યાના વૈજ્ઞાનિક ઉપાય માટે એમ. એસ. યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસરઅને ક્લાઈમેન્ટ ચેન્જ રિસર્ચ સંસ્થાના નિર્દેશકે પોતાની વાત મૂકી હતી. એમ.એસ.યુનિવર્સિટી સહિતની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં જોડાયા હતાં. જે પૈકી ૫૦ વિદ્યાર્થીઓ વોલિયેન્ટર તરીકે કામ કરશે. જેઓ રેન વોટર હાર્વેસ્ટિંગ સાથે જોડાયેલ તજજ્ઞોના માધ્યમથી શહેરમાં ભુગર્ભ જળનુ સ્તરને ધ્યાને રાખીને ઠેરઠેર સરવે કરશે અને રેઈન વોટર હાર્વેસ્ટીંગ વધુમાં વધુ લોકો કરે અને જળ સંચય કરે તે માટે લોકોમાં જાગૃતિ ફેલાવશે અને યોજનાનો અમલ કરાવશે. લોકો પોતાનાં ઘરે અગાસી પર આવતું વરસાદનું પાણીનો ઉપયોગ થાય સાથે બોરવેલના માધ્યમથી તેનું સંગ્રહ થાય તેમ આયોજન કર્યું હતુંતારીખ 19 જુલાઈ ના રોજ જળસંચય અભિયાન અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિથી યોજાયેલા આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુહ રાજય હર્ષ ભાઈ સંઘવી સાથે શહેર ભાજપ પ્ર મુખ ડો. વિજય શાહ અને હાનગરપાલિકાના દંડક શૌલેષભાઈ પાટીલે ભૂમિપૂજન કર્યું હતું.જયારે 28 જુલાઈ ના રોજ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવા ખાતમુહુર્ત કરવામાં આવ્યું   હતું  વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલના સામેના પ્રકાશનગર મેદાનમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત વૈષ્ણવાચાર્યપુ. દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ખાતે મુર્હત કરવામાં આવ્યું હતું
આ જળસંચય અભિયાન ની શરૂઆત વડોદરા થી થઇ છે ત્યારે શહેર અધ્યક્ષ ડો વિજય ભાઈ શાહે એ આ અભિયાન થી વડોદરા ને શું લાભ થશે તેનો હેતુ અંગે જણાવ્યું હતું કે કોર્પોરેશન પ્રત્યેક પરિવારને રોજનુ ૧૫૦ લિટર પાણી વિતરણ કરે છે. તે જોતા આખા શહેરને કેટલા પાણી અપાતુ હોય તે આપણે સમજી શકીએ છીએ. ભવિષ્યમાં પાણીની મુશ્કેલીઓ ન વધે તે માટે જળ સંચય કરવો આ અભિયાનથી ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ થશે અને જમીનમાં પાણીનું સ્તર ઉંચુ આવશે. જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને શહેરના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટશે. આ અભિયાનથી લાંબે ગાળે વડોદરાની પ્રજાને લાભ થશે.

Reporter: admin

Related Post