દિલ્હી: AAPને વધુ એક ઝટકો, 15 કાઉન્સિલરોએ જુદા પડી 'ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી'ની કરી જાહેરાત
ગુજરાતની જેમ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં ત્રીજો મોરચો રચાશે. લગભગ 15 કાઉન્સિલરો આમ આદમી પાર્ટીથી અલગ થઈને પોતાનો ત્રીજો મોરચો બનાવ્યો છે. આપમાંથી જુદા પડેલા કાઉન્સિલરોએ નવી પાર્ટી 'ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી'ના નામથી બનાવવાની જાહેરાત કરી છે. જેના નેતા તરીકે મુકેશ ગોયલ હશે.ગત મહિને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ભાજપનો વિજય થયો હતો. ભાજપના કાઉન્સિલર રાજા ઇકબાલ સિંહ દિલ્હીના નવા મેયર બન્યા.
મેયરની ચૂંટણીમાં તેમને ૧૩૩ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર આઠ મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને પોતાનો ઉમેદવાર પણ ઊભો રાખ્યો ન હતો.ભાજપ બે વર્ષ પછી ફરી એકવાર MCD માં સત્તા કબજે કરવામાં સફળ રહ્યું. ભાજપે રાજા ઇકબાલ સિંહને મેયર પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ચૂંટણી જીતતા પહેલા તેમણે કહ્યું હતું કે, દિલ્હીના લોકોએ શહેરની સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી તેમની પાર્ટીને સોંપી છે.
Reporter: admin