કોંગ્રેસ પાર્ટીની સ્થાપના આજથી 141 વર્ષ પહેલા સાલ 1885માં કરવામાં આવી હતી. ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધ્વજ વંદન કરી 141 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષ 1885 માં અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરવા માટે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરાઈ હતી. જેને આજરોજ 141 વર્ષ પૂર્ણ થતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દરેક વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીના ધ્વજને વંદન નો કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 13 માં આવેલ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વોર્ડ નંબર 13 કોંગ્રેસ કાઉન્સિલર બાળુભાઈ સુર્વે, વોર્ડ નંબર 13 કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ મકવાણા સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીના ધ્વજને વંદન કરી ઉજવણી કરી હતી.

આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી એ શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા આવનાર સમયમાં ભ્રષ્ટાચાર સામે લડત ઉગ્ર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. કોંગ્રેસ પાર્ટીના 141 માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત વોર્ડ નંબર 13 ના કોંગ્રેસ કાઉન્સિલર બાળુભાઈ સુર્વે એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોને અભિનંદન પાઠવી દેશના વિકાસમાં હંમેશા કાર્યશીલ રહેવા આહવાહન કર્યું હતું.


Reporter: admin







