સૌને સહર્ષ સાથે જણાવવાનું કે બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકર જી ના 69 માં "મહાપ્રયાણ દિન" ના ઉપલક્ષ્ય મા લુંબિની બુદ્ધ વિહાર, સવાદ ક્વાટર પાસે,એરપોર્ટ રોડ,વડોદરા જિલ્લા ખાતે "ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008" ની "કલમ 1 ની પેટા કલમ 3" મુજબ "બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ" નું આયોજન કરવામાં આવેલ.
આ દીક્ષા સમારોહમાં બરોડા જીલ્લાના 3 પરિવાર ના કુલ 11 સભ્યોએ પોતાના પૂર્વજો/વડવાઓ ના મૂળ ધમ્મ માં ઘર વાપસી કરી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તેમજ તેની કાયદાકીય ધમ્મ દીક્ષા ગ્રહણ કરી.આ દીક્ષા ના કાર્યક્રમ ની શરૂઆત માં ભગવાન તથાગત બુદ્ધ ને અને બોધિસત્વ બાબાસાહેબ ડો ભીમરાવ આંબેડકર જી ને પુષ્પ અર્પણ કરી અને દીપ પ્રજ્વલિત કરવામાં આવેલ.ત્યારબાદ ત્રિશરણ અને પંચશીલ નું સામુહિક સંઘાયાન કરવામાં આવેલ.ત્યારબાદ ડૉ બાબાસાહેબ આંબેડકર દ્વારા આપેલ 22 પ્રતિજ્ઞા નું સામુહિક સંઘાયાન કરવામાં આવેલ.ત્યારબાદ આયુષ્માન સિંહલ બોધિધર્મન જી દ્વારા ત્રિશરણ અને પંચશીલ નો ભાવાર્થ તથા અનિત્યતા નો સિદ્ધાંત સમજાવવામાં આવેલ.ત્યારબાદ તેમના દ્વારા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008 ની કાયદાકીય ધર્માંતરણ અંગેની વિગતવાર જાણકારી આપવામાં આવેલ.
ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના ધાર્મિક લઘુમતી નું પ્રમાણપત્ર મેળવવા અંગે ના ઠરાવ ની માહિતી આપવામાં આવેલ.ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના 1991 ના અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ નું પ્રમાણપત્ર મેળવવા અંગે ની વિગતવાર માહિતી આપવામાં આવેલ.ત્યારબાદ આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો તમામ દીક્ષાર્થીઓને બુદ્ધ ધમ્મ દીક્ષા નું પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવેલ.આમ મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા તમામ નવ દીક્ષિત બૌદ્ધોને લાખ લાખ મંગલ કામનાઓ પાઠવવામાં આવેલ.જે આપ સર્વે ને વિદિત કરીએ છીએ.
Reporter: admin







