News Portal...

Breaking News :

TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ, 12 દિવસના રિમાન્ડ મંજુર 

2024-05-31 17:59:34
TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ, 12 દિવસના રિમાન્ડ મંજુર 


રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં  27 લોકોનાં મોત થયા હતા જે મામલામાં  રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાઈ રહી છે. જેમાં મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ જણાતા તેઓની ધરપકડ કરવામાં આવી છે. 


જેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસ મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. અને તેઓના 14 દિવસના પોલીસ રિમાન્ડની માગ કરવામાં આવી છે.  આરોપીઓના રિમાન્ડ મેળવવા રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુએ  રજૂઆત કરી હતું કે  આ ઘટનામાં તંત્ર જવાબદાર છે. 3-3 રાજ્ય સરકાર બદલી, પરંતુ આ અધિકારી એકને એક જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. આ અધિકારીઓને કાયદાનું જ્ઞાન છે. આ લોકો પાસેથી સાચો જવાબ કઢાવવો મુશ્કેલ બની શકે છે. જેથી 14 દિવસના રિમાન્ડ મળે તો પોલીસ યોગ્ય રીતે પૂછપરછ કરી શકે. એક વર્ષ અગાઉ આ સ્ટ્રક્ચરે ઈલિગલ છે તેમ જણાવી નોટિસ આપવામાં આવી હતી.


 પરંતુ આ સ્ટ્રકચરને ત્યાર બાદ કાયદેસર બનાવવામાં આવ્યું હતું. અગાઉ 4.9.23 ના રોજ પણ આ જગ્યાએ આગ લાગી હતી. તે પણ વેલ્ડીંગનાં કારણે જ આગ લાગી હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું. જો કે આરોપીના વકીલે દલીલો કરી હતી કે  આ મૂળ હતું અને મૂળ સુધી પહોંચી ગયા છે.તો 14 દિવસના રિમાન્ડની જરૂર નથી. માત્ર 4 દિવસના રિમાન્ડ દરમિયાન પણ બધી વિગતો બહાર આવી શકે છે. જો કે દલીલોના અંતે અગ્નિકાંડમાં ચાર અધિકારીના  કોર્ટે  12/06/2024 એટલે કે, 12 દિવસ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

Reporter: News Plus

Related Post