News Portal...

Breaking News :

દિલ્‍હીમાં ૫૨.૯ ડિગ્રી સેલ્‍સિયસના રેકોર્ડબ્રેક કરતુ નાગપુરનું તાપમાન ૫૬ ડિગ્રીએ પહોંચ્યું

2024-05-31 17:37:35
દિલ્‍હીમાં ૫૨.૯ ડિગ્રી સેલ્‍સિયસના રેકોર્ડબ્રેક કરતુ નાગપુરનું તાપમાન  ૫૬ ડિગ્રીએ પહોંચ્યું


દિલ્‍હીનું તાપમાન ૫૨.૯ પર પહોંચ્‍યા બાદ હવે નાગપુરનું તાપમાન ૫૬ ડિગ્રીએ પહોંચી ગયું છે. હવામાન વિભાગે આ માહિતી આપતા કહ્યું કે નાગપુરમાં અસામાન્‍ય રીતે ૫૦ ડિગ્રી સેલ્‍સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. આવી સ્‍થિતિમાં, દિલ્‍હીમાં તાજેતરમાં ૫૨.૯ ડિગ્રી સેલ્‍સિયસના રેકોર્ડબ્રેક તાપમાન પછી, હવામાન વિભાગ દ્વારા નાગપુરમાં તાપમાનને લઈને આપવામાં આવેલ એલર્ટ કાળઝાળ ગરમી સામે ઝઝૂમી રહેલા લોકોનું ટેન્‍શન વધારી શકે છે.


મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, નાગપુરના નોર્થ અંબાઝારી રોડથી દૂર રામદાસપેઠમાં તાપમાન ૫૬ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. AWS સાથે સોનેગાંવમાં પ્રાદેશિક હવામાન કેન્‍દ્ર (RMC) માં પણ ૫૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વર્ધા રોડ નજીક ખાપરી ખાતે સેન્‍ટ્રલ કોટન રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટ (CSIR) વિસ્‍તારમાં પણ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. રામટેક AWS એ 44°C દર્શાવ્‍યું હતું. આવી સ્‍થિતિમાં દરિયાકાંઠાના મહારાષ્‍ટ્ર અને મુંબઈના લોકો માટે તણાવ વધી શકે છે.


દિલ્‍હી હોય કે બિહાર સમગ્ર દેશમાં આકરી ગરમીને કારણે ચારે બાજુ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપમાનનો ત્રાસ હવે સહન કરી શકતો નથી. ગરમી હવે જીવલેણ બની છે. યુપી-બિહારમાં ડઝનબંધ લોકોના મોત થયા છે. બુધવારે જ્‍યારે તાપમાન ૫૨ને પાર કરી ગયું ત્‍યારે દિલ્‍હીમાં ગભરાટ ફેલાયો હતો. દિલ્‍હીના લોકોને તો છોડી દો, મુંગેશપુરીમાં ૫૨.૯ ડિગ્રી તાપમાન જોઈને IMD પણ ચિંતિત થઈ ગયું. તાત્‍કાલિક તપાસના આદેશ આપ્‍યા હતા. તે સમયે એવું લાગતું હતું કે દિલ્‍હી દેશનું સૌથી ગરમ સ્‍થળ છે. અહીં તાપમાનનો પારો મહત્તમ ૫૨.૯ ડિગ્રીએ પહોંચ્‍યો હતો. પરંતુ નાગપુરમાં નોંધાયેલા તાપમાનની સરખામણીમાં દિલ્‍હીનું તાપમાન કંઈ નથી.નાગપુરે દિલ્‍હીનો રેકોર્ડ પણ તોડ્‍યો છે. ૩૦ મેના રોજ નાગપુરમાં તાપમાન ૫૬ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું.

Reporter: News Plus

Related Post