News Portal...

Breaking News :

દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજનું વડોદરામાં 11મું જીવન સાથી પસંદગી સંમેલન યોજાયુ

2025-01-05 20:04:33
દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજનું વડોદરામાં 11મું જીવન સાથી પસંદગી સંમેલન યોજાયુ


વડોદરા તરસાલી બાયપાસ ખાતે આવેલ રેવા પાર્ટી પ્લોટ ખાતે દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજ વડોદરા દ્વારા આયોજિત 11મું જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું 


જેમાં 760 યુવાનો અને યુવતિઓ નામ નોંધાવ્યા હતા અને આ સંમેલન માં લગ્ન ઈચ્છુક યુવાનો અને યુવતીઓ અને યોગ્ય જીવનસાથી મળી રહે તે હેતુથી આ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું આજ ના સમય માં યુવાનો અને યુવતીઓ યોગ્ય જીવનસાથી મેળવામાં માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ સંમેલન માં પોતાનો યોગ્ય જીવનસાથી પસંદગી કરી શકે સાથે સારી રીતે સુખી અને જીવન દાંપત્ય જીવી શકે સાથે દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજ વડોદરા આગામી જાન્યુઆરી મહિનામાં બીજુ જીવન સાથે પસંદગી સંમેલાનું આયોજન કરવામાં આવનાર છે 


સાથે આ સમાજમાં આવી રીતે સમાજના યુવાનો અને યુવતીઓ સાથે સમાના લોકો જોડાઈ તે તોથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજ વડોદરા ના સમાજના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ઉપસ્થિત થયા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વધુમાં દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજ વડોદરા અગ્રણીએ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post