News Portal...

Breaking News :

વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં દેવો સમક્ષ 1000 કિલો કેસર કેરીનો ઉત્સવ ઉજવાયો

2025-04-27 18:36:31
વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં દેવો સમક્ષ 1000 કિલો કેસર કેરીનો ઉત્સવ ઉજવાયો


વડતાલ: ભગવાન સ્વામિનારાયણની ચરણ રજથી પાવન થયેલ વડતાલ ધામમાં રવિવાર તારીખ ૨૭ એપ્રિલના રોજ મંદિરમાં બિરાજતા દેવોને મુંબઈના પુજાબેન જિનયભાઈ ગાંધીના યજમાન પદે ફળનો રાજા ગણાતા ૧ હજાર કિલો કેસર કેરીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. 


વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી પૂજ્ય શ્યામવલ્લભસ્વામી એ જણાવ્યું હતું કે વડતાલમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ,હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોને ભક્તો દ્વારા ભગવાનને ઋતુ પ્રમાણે ફળોનો ઉત્સવ ઉજવી શ્રીજીનો રાજીપો પ્રાપ્ત કરતા હોય છે ત્યારે ૨૭ એપ્રિલને રવિવારના રોજ વડતાલમાં બિરાજતા દેવોને મુંબઈના એક હરિભક્ત દ્વારા 1 હજાર કિલો કેસર કેરીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેનો સવારે ૮:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. 


સાંજે ૬:૦૦ વાગે મંદિરમાંથી કેરી ઉતાર્યા બાદ વડતાલમાં ચાલતી સહજાનંદી બાળ શિબિર-૯ માં ભાગ લેવા આવેલ નાના બાળકો તથા બાલિકાઓને કેરીનું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post