News Portal...

Breaking News :

1000 ગોલ્ડ કાર્ડ વેચાઈ ગયા : માત્ર એક દિવસમાં 42000 કરોડ રૂપિયાનું રોકાણ 10 લાખ ગોલ્ડ કાર્ડ વેચી શકે છે USA

2025-03-25 11:45:08
1000 ગોલ્ડ કાર્ડ વેચાઈ ગયા : માત્ર એક દિવસમાં 42000  કરોડ રૂપિયાનું રોકાણ 10 લાખ ગોલ્ડ કાર્ડ વેચી શકે છે USA


વોશિંગ્ટન : અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પનું 5 મિલિયન ડોલરનું ગોલ્ડ કાર્ડ જારી કરવાનું શરૂ કર્યું છે. US સરકારનો દાવો છે કે માત્ર એક જ દિવસમાં 1000 ગોલ્ડ કાર્ડ વેચાઈ ગયા છે. 


'ગોલ્ડ કાર્ડ' અથવા 'ગોલ્ડન વિઝા', હેઠળ, જો કોઈ વ્યક્તિ 5 મિલિયન ડોલર એટલે કે લગભગ 41-42 કરોડ રૂપિયા ખર્ચ કરે છે, તો તેને અમેરિકામાં કાયમી નિવાસ મળશે. આ માટે અમેરિકન નાગરિકતા લેવી જરૂરી નથી, જોકે તેઓ ઈચ્છે તો નાગરિકતા પણ લઈ શકે છે.'ઓલ-ઇન પોડકાસ્ટ'માં, યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે આ યોજનાને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમણે માત્ર એક જ દિવસમાં 1,000 ગોલ્ડ કાર્ડ વેચી દીધા છે. આ મુજબ, અમેરિકાને 24 કલાકમાં 42,000 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે.


પોડકાસ્ટમાં, હોવર્ડે કહ્યું કે આ યોજના બે અઠવાડિયામાં સત્તાવાર રીતે શરૂ થઈ શકે છે. હાલમાં, એલોન મસ્ક આ માટે એક સોફ્ટવેર બનાવી રહ્યા છે અને ત્યારબાદ આ યોજના બે અઠવાડિયામાં લાગુ કરવામાં આવશે. હોવર્ડે કહ્યું કે એક સંશોધન મુજબ, દુનિયામાં 3.7 કરોડ લોકો એવા છે જેમની પાસે આ ગોલ્ડ કાર્ડ ખરીદવાની ક્ષમતા છે અને ટ્રમ્પને લાગે છે કે તેઓ ઓછામાં ઓછા 10 લાખ ગોલ્ડ કાર્ડ વેચી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ ધનવાન વ્યક્તિ બીજા દેશમાં રહે છે, તો તે તેના આખા પરિવાર માટે ગોલ્ડ કાર્ડ ખરીદી શકે છે. ધારો કે એક પરિવારમાં પતિ, પત્ની અને ચાર બાળકો છે, તો તેઓ 6 ગોલ્ડ કાર્ડ ખરીદશે.

Reporter: admin

Related Post