News Portal...

Breaking News :

પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા આજીવન હરિનામ સંર્કીર્તન અનુષ્ઠાનના આજે 100 દિવસ પુરા થશે

2024-05-22 19:50:16
પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા આજીવન હરિનામ સંર્કીર્તન અનુષ્ઠાનના આજે 100 દિવસ પુરા થશે


હરિનામ સંકીર્તનમાં ભગવાન શ્રીકૃષ્ણના જુદા જુદા મંત્રો સંગીતમય શૈલીમાં પૂજ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવે છે,જેને દેશ-વિદેશમાં હજારો લોકો નિહાળી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે. જેના પગલે ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યા છે. 


સંકીર્તનના અનુષ્ઠાનથી અનેક લોકોને જીવનમાં તણાવ, ડિપ્રેશન, ડર અને નકારાત્મક વિચારોથી મુક્તિ મળી છે. આ અનુષ્ઠાનના માધ્યમથી હજારો બાળકો, યુવાનો, વડીલો નિયમિતતાથી સવારે અથવા સાંજે હરિનામ સંકીર્તનમાં જોડાઈને ધન્યતાનો અનુભવ કરે છે. ખાસ કરીને યુવાનોમાં આજના અદ્યતન યુગમાં ગેમિંગ અને સોશિયલ મીડિયાની જાળમાં જકડાયેલા રહે છે. ત્યારે હરિનામ સંકીર્તન થકી તેઓને જીવનમાં એક ધ્યેય મળે છે. એટલું જ નહીં યુવાનો અભ્યાસમાં કે પછી નવીન સકારાત્મ પ્રવુતિમાં પોતાનું મન પરોવી શકે છે. 



પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દેશ- વિદેશમાં પ્રવાસ દરમિયાન હોય ત્યાં ત્યાં તેઓ જે શહેરમાં કે દેશમાં હોય ત્યાંથી સંકીર્તનનું લાઈવ પ્રસારણ youtube ચેનલ પર કરવામાં આવે છે. તેની સાથે સાથે સ્થાનિક ભક્તો પણ હરિનામ સંકીર્તનમાં જોડાય છે અને તેનો લાભ લેતા હોય છે. પૂજ્ય શ્રી દ્વારા હરિનામ સંકીર્તનનો સંકલ્પ લીધા અને તેની શરૂઆતનો આવતી કાલે 100મો દિવસ છે. હાલ જયારે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે જ બિરાજે છે. તેઓ દ્વારા  વ્રજધામ સંકુલ ખાતે સવારે 7 થી 7.30 અને રાતે 9.30 થી 10 કલાક દરમિયાન હરિનામ સંકીર્તનનું આયોજન કરવામાં આવે છે. જેનું યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવાની સાથે ભક્તો પૂજ્યશ્રીની નિશ્રામાં સંકુલ ખાતે પણ હરિનામ સંકીર્તનનો લાભ લઇ શકે છે.

Reporter: News Plus

Related Post