વડોદરા : જવાહરનગર, રણોલી જી.આઇ.ડી.સીમાં આવેલ શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના ૧૦ ઇસમોને કુલ ૭,૨૬,૫૪૯ની મત્તાના મુદામાલ સાથે વડોદરા શહેર એસ.ઓ.જી. એ પકડી લીધા છે.

રણોલી જી.આઇ.ડી.સી. રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નં. ૦૪ ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દીવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ તથા ટેમ્પાઓના ડ્રાઇવરો તથા હેલ્પરો તેના મળતીયા માણસો સાથે ભેગા મળી ટેમ્પાઓમાં ભરેલા ભારત ગેસના ઘરેલ બોટલોના સીલ ખોલી પાઇપ વડે ઇન્ડીયન ગેસ એજન્સીના કોર્મશીયલ ખાલી બોટલમા થોડો થોડો ગેસ ભરી રીફીલીંગ કરી ગેસની ચોરી કરી બોટલોને ફરી સીલ કરી રીપેકીંગ કરી ગ્રાહકોને આ બોટલો સપ્લાય કરે છે અને હાલમાં બાટલામાંથી ગેસ ચોરીની પ્રવૃત્તિ ચાલુ છે" જે બાતમી આધારે બાતમી હકીકત વાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેઇડ કરતાં શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સંચાલક, સુપરવાઇઝર, ડ્રાઇવરો તથા હેલ્પરોએ પોત-પોતાના આર્થિક ફાયદા સારુ એકબીજાના મેળાપીપણામાં પુર્વઆયોજીત કાવતરૂ રચી ગ્રાહકોને ડીલીવરી ઘરેલુ વપરાશ માટેના ભરેલા ગેસના બોટલો ડીલીવર ચલણ સાથે મેળવી તે ભરેલ ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતાં પહેલા લોખંડની પાઇપ વાટે ઘરેલુ ઉપયોગના ભરેલા ગેસના બોટલોના સીલ ખોલી, કોર્મોશીયલ ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ કાઢી કોર્મોશીયલ બોટલો છુટકમાં વેચાણ અર્થે કાઢી ભરી તેને ફરીથી સીલ કરી રીફીલીંગ રીપેકીંગ કરી, તેવો વિશ્વાસ ભરોસો આપી, ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી.

ગુનાહિત પ્રવૃત્તિ કરતાં રેઇડ દરમ્યાન ૧૦ ઇસમને કુલ ૭,૨૬,૫૪૯ ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા ૦૧ વોન્ટેડ ઇસમ વિરૂધ્ધમા ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ ની કલમ ૨૮૭, ૩૦૩(૨), ૩૧૬(૨), ૩૧૬(૪), ૩૧૬(૫), ૩૧૮(૩), ૬૧ તથા આવશ્યક ચીજવસ્તુધારા અધિનિયમ કલમ ૩, ૭ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.આમ, અગાઉ ગઈ તા.૨૮જુલાઈ ૨૦૨૪ ના રોજ પણ એસ.ઓ.જી. દ્વારા જવાહરનગર, કરોડીયા રોડ ઉપર આવેલ ભારતગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના ૦૬ ઇસમોને કુલ કિ.રૂા.૨,૯૫,૬૮૨ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.

Reporter: admin