News Portal...

Breaking News :

વિશ્વ યોગ દિવસ નિમિતે નવલખીમાં વહેલી પરોઢે ૧૦ હજાર લોકોએ યોગ કર્યા

2025-06-10 10:20:46
વિશ્વ યોગ દિવસ નિમિતે નવલખીમાં વહેલી પરોઢે ૧૦ હજાર લોકોએ યોગ કર્યા


વડોદરા : યોગ કરનારાઓને કોઈ રોગ સ્પર્શતો નથી’. વ્યસ્ત જીવનમાં યોગ એ તમારી જાતને સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો છે. 

 


આ જ કારણ છે કે આજે ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશોમાં પણ ફેલાઈ ગઈ છે. યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છેવિશ્વ યોગ દિવસ નિમિતે યોગ પ્રવૃતિઓનુ આયોજન કરાયું કરવામાં આવ્યું હતું  આજે વ્હેલી સવારે સવારે શહેરના નવલખી મેદાન ખાતે યોગ શિબિરમાં ૧૦ હજાર લોકો એક સાથે યોગાભ્યાસ કર્યા હતા મેથસ્વિતિ જેવા લાંબા સમયથી ચાલતા જટિલ રોગોના નિવારણ માટે યોગ અત્યંત અસરકારક માર્ગ છે. આ વિચારધારાને સમર્થન આપતી આ યોગ શિબિર વડોદરા શહેરમાં આજે યોજાયું હતું 


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે સવારે ૫-૩૦ કલાકથી ૭- ૩૦ કલાક દરમિયાન વિશ્વ યોગ દિવસના પૂર્વાર્ધરૂપે યોગ શિબિરનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય કોમન યોગા પ્રોટોકોલના માધ્યમથી જીવનશૈલી પ્રત્યે દવાઓ વગર સ્વસ્થ જીવન તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ યોગ શિબિરમાં એક સાથે ૧૦ હજાર લોકો યોગાભ્યાસ કર્યો હતો આ વિશિષ્ટ યોગ શિબિરમાં વડોદરાના યુવાનો, બાળકો, સાથે મહિલાઓ અને સિનિયર સિટીઝન લોકો જોડાયા હતા.

Reporter: admin

Related Post