News Portal...

Breaking News :

પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં 1 મહિલાનું મોત અને 3 ઘાયલ

2024-12-05 09:14:10
પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં 1 મહિલાનું મોત અને 3 ઘાયલ


હૈદરાબાદ: પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં 1 મહિલાનું મોત અને 3 ઘાયલ થયા હતા.અલ્લુ અર્જુનને મળવા આવેલા ચાહકો પર લાઠીચાર્જકરાયો હતો.


અભિનેતા અલ્લુ અર્જુન બુધવારે રાત્રે હૈદરાબાદના આરટીસી એક્સ રોડ પર પહોંચ્યો હતો. આ પછી નાસભાગ મચી ગઈ હતી. અભિનેતા અલ્લુ અર્જુન બુધવારે રાત્રે હૈદરાબાદના આરટીસી એક્સ રોડ પર પહોંચ્યો હતો. આ પછી નાસભાગ મચી ગઈ હતી.હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે, 3 લોકો ઘાયલ થયા હતા.પોલીસે જણાવ્યું કે અલ્લુ અર્જુન બુધવારે રાત્રે સંધ્યા થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ માટે આવ્યો હતો. આરટીસી એક્સ રોડ પર થિયેટરની બહાર એકઠા થયેલા ચાહકો અલ્લુ અર્જુનને મળવા માંગતા હતા.


આ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. ધક્કો મારવાને કારણે ઘણા લોકો એકબીજા પર પડ્યા હતા. કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.ભીડ ઓછી થયા બાદ પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તબીબે એક મહિલાને મૃત જાહેર કરી હતી. હાલ મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં અલ્લુ અર્જુનના ફેન્સ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. પોલીસે તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.

Reporter: admin

Related Post