News Portal...

Breaking News :

સૈયારાનું 18 દિવસમાં વિશ્વભરમાં 507 કરોડ રૂપિયાનું વૈશ્વિક કલેક્શન

2025-08-07 10:41:48
સૈયારાનું 18 દિવસમાં વિશ્વભરમાં 507 કરોડ રૂપિયાનું વૈશ્વિક કલેક્શન


મુંબઈ : સૈયારા ફિલ્મ ફિલ્મજગતમાં મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. મોહિત સૂરીની આ રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મએ 18 દિવસમાં વિશ્વભરમાંથી લગભગ 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 



યશ રાજ ફિલ્મ્સ (YRF) દ્વારા નિર્મિત આ ફિલ્મે યુવા દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આ ફિલ્મની સફળતાએ ‘સન ઓફ સરદાર 2’ અને ‘ધડક 2’ જેવી ફિલ્મો સાથેની સ્પર્ધામાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.મીડિયા રીપોર્ટ પ્રમાણે ‘સૈયારા’એ 18 દિવસમાં વિશ્વભરમાં 507 કરોડ રૂપિયાનું વૈશ્વિક કલેક્શન કર્યું છે. ભારતમાં ફિલ્મે 308 કરોડ રૂપિયા નેટ અને 376 કરોડ રૂપિયા ગ્રોસ કમાણી કરી છે, જ્યારે વિદેશમાં 131 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. અહાન પાંડે અને અનીત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મને યુવા દર્શકોનો એટલો પ્રેમે મળ્યો કે બંનેનું નામ બોલીવૂડ સ્ટારમાં નામ સામેલ થઈ ચૂક્યું છે. 


ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે હૃતિક રોશનની ‘વોર’ (471 કરોડ) અને શાહરૂખ ખાનની ‘ડંકી’ (454 કરોડ)ને પણ પાછળ છોડી દીધી છે.સૈયારા સાથે બોક્સ ઓફિસ પર અજય દેવગન અને મૃણાલ ઠાકુરની સન ઓફ સરદાર 2 પર બોક્સ ઓફિસ આવી ચુકી છે આ ફિલ્મ ચાર દિવસમાં ભારતમાં માત્ર 27.25 કરોડ રૂપિયા નેટનું કલેક્શન કરી શકી છે. જ્યારે બીજી તરફ, સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ‘ધડક 2’એ શરૂઆતના દિવસે 3.35 કરોડ રૂપિયા અને બીજા દિવસે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે.‘સૈયારા’ આ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ યાદીમાં પ્રથમ નંબર છાવા ફિલ્મ 807.91 કરોડની કમાણી સાથે આવે છે. આ ફિલ્મે ડેબ્યૂ કલાકારો માટે ઈન્ડસસ્ટ્રીમાં પોતાની ઓળખ ઉભી કરવાની નવી આશા જગાવી છે. અહાન અને અનીતની ફ્રેશ જોડી, મોહિત સૂરીનું ડિરેક્શન અને ફિલ્મના આકર્ષક ગીતોએ દર્શકોના દિલ જીતી લીધા છે. ‘સૈયારા’ની આ સફળતા ભારતીય સિનેમાની વૈશ્વિક અસર થઈ છે.

Reporter: admin

Related Post