ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલજી ની વિશેષ ઉપસ્થિતિ માં "વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસ" નિમિત્તે રેસકોર્સ રોડ પર આવેલા વાસ્વિક હોલ ખાતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું...
આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો વિજયભાઈ શાહ એ સ્વાગત પ્રવચન કર્યું હતું વિભાજન વિભીષકા સ્મૂતિ દિવસ નિમિત્તે આ કાર્યક્રમ માં ઉપસ્થિત પુર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે અંગ્રજો ભારતથી ગયા પણ તેના કપરાં પરિણામ ભારતની પ્રજાએ ભોગવ્યા છે. જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે. જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે. વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. કોમી રમખાણોમાં કેટલાય નિર્દોષોના જીવ હોમાયા હતા. આ કરૂણાંતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ 14 ઓગસ્ટના દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે.જેથી આજની અને આવનારી પેઢીને આ વિભાજનની કરૂણાંતિકાની માહિતી મળી રહે અને દેશ ને આ વિભાજન થી કેટલું નુકશાન થયું હતું અને આ વિભાજન થી આજે પણ દેશ ની પ્રજા ઘણી યાતના વેઠી રહી છે.
રાજ્ય ના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ શહેર અધ્યક્ષ ડો વિજય શાહ, ધારાસભ્ય કેયુરભાઈ રાકડીયા, શહેર મહામંત્રી તેમજ પ્રદેશ શહેર ના હોદેદારો તેમજ કાઉન્સિલરો તથા પદાધિચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર નાં રેસકોર્સ સ્થિત વાસ્વિક ભવન ખાતે ભાજપ વડોદરા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિચાર ગોષ્ઠિ નું આયોજન કરવામાં આવ્યું હતું.
Reporter: admin