ભારતે નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું.
પાકિસ્તાન પોતાની હાર પચાવી રહ્યું નથી. તેના મંત્રીઓ અને ટીમના ખેલાડીઓ ભારત પર બળાપો કાઢી રહ્યા છે. ભારતની જીત પર અભિનંદન પાઠવવા બદલ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પીએમ મોદી પર પ્રહાર કરતું નિવેદન આપ્યું હતું.પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાને નષ્ટ કરી વડાપ્રધાન મોદીએ શાંતિ અને સમાધાનની સંભાવનાઓ ખતમ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પાકિસ્તાની કેપ્ટનની આ નિર્લજ્જતાથી ભારત સહિત વિશ્વભરમાં ટીકાઓ થઈ રહી છે.ગઈકાલે 28 સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત બદલ પીએમ મોદીએ શુભકામના પાઠવી હતી. તેમણે ટીમ ઈન્ડિયાના વખાણ કરતાં સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, 'રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર, પરિણામ એ છે- ભારતે ફરીથી જીત હાંસલ કરી, આપણા ક્રિકેટર્સને અભિનંદન.'
Reporter: admin







