News Portal...

Breaking News :

'મારા માતાને રાજનીતિ સાથે કોઈ લેવા-દેવા નથી, છતાં તેમને ગાળો આપવામાં આવી.' : નરેંદ્ર મોદી

2025-09-02 16:48:50
'મારા માતાને રાજનીતિ સાથે કોઈ લેવા-દેવા નથી, છતાં તેમને ગાળો આપવામાં આવી.' : નરેંદ્ર મોદી


નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી કહેવામાં આવેલા અપશબ્દો પર કડક પ્રતિક્રિયા આપી છે. 


કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વળતો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે તાજેતરમાં બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી તેમના માતાને ગાળો આપવામાં આવી. પીએમ મોદીએ કહ્યું- 'માતા તો આપણો સંસાર હોય છે, માતા આપણું સ્વાભિમાન હોય છે. આ સમૃદ્ધ પરંપરાવાળા બિરાજમાં થોડા દિવસ પહેલા જે થયું, તેની મેં કલ્પના નહોતી કરી. મારા માતાને રાજનીતિ સાથે કોઈ લેવા-દેવા નથી, છતાં તેમને ગાળો આપવામાં આવી.'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બિહારની મહિલાઓ માટે એક નવી સુવિધાની શરૂઆત કરી હતી. 


તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી બિહાર રાજ્ય જીવિકા નિધિ સાખ સહકારી સંઘ લિમિટેડનો શુભારંભ કર્યો અને સંસ્થાના બેંક ખાતામાં 105 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં. આ તકે પીએમ મોદીએ કહ્યુ કે આ સુવિધા બિહારના દરેક ગામમાં જીવિકા સાથે જોડાયેલી બહેનોને સરળતાથી પૈસા મળી જશે. તેમને નાણાકીય મદદ મળશે, જેનાથી તેના કામ અને કારોબારને આગળ વધારવામાં સહાયતા મળશે.

Reporter: admin

Related Post