ચોમાસા પહેલાં શહેરમાં સઘન સફાઇ કરવા માટે નવા મ્યુનિસીપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આવતાની સાથે જ કામ શરુ કરી દીધું છે. શહેરને સ્વચ્છ રાખવાની નેમ સાથે આવેલા કમિશનરે શહેરના પ્રત્યેક ઝોનમાં સઘન સફાઇ કામગિરી થાય તે માટે ખાસ 4 ઇજનેરોને જવાબદારી સોંપી દીધી છે. તેમને રાઉન્ઢ ધી ક્લોક સફાઇની કામગિરી પર ધ્યાન રાખવા સૂચના અપાઇ છે.

શહેરના ચાર ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઇજનેરોને આ કામગિરી સોંપાઇ છે. જેમાં પૂર્વ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના હેડ ધર્મેશ રાણા, દક્ષિણ ઝોનમાં કાર્યપાલક ઇજનેર સ્વપ્નીલ શુક્લ, પશ્ચિમ ઝોનમાં એન્વાયરમેન્ટલ ઇજનેર કશ્યપ શાહબને તથા ઉત્તર ઝોનમાં એન્વાયરમેન્ટલ ઇજેનર હાર્દિક ગામઢાને જવાબદારી સોંપવામાં આવી છે. કમિશનરે પોતાના એક્શન પ્લાનમાં સ્વચ્છતાને અગ્રીમતા આપી છે. તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારે પણ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે શહેરમાં સ્વચ્છતા રાખવાની પોતાની અગ્રમિતા હોવાનું જણાવ્યું હતું અને તેથી જ ડે.કમિશનર કેતન જોશીએ આજે પરિપત્ર જાહેર કરીને આ ચાર ઇજનેરોને સ્વચ્છતા તેમના સંબંધિત ઝોનમાં રાઉન્ડ ધી ક્લોક સફાઇનું ધોરણ જળવાઇ રહે તે માટે વોર્ડના સંકલનમાં કામ કરવાનો આદેશ આપ્યો છે તથા સ્વચ્છ ભારત મિશનના માપદંડો મુજબનું કામ થાય તે જોવાનું રહેશે. નવા કમિશનર અરુણ મહેશ બાબુએ હવે અધિકારીઓને દોડતા કરી દીધા છે જે રાણાજીના રાજમાં એસી ઓફિસમાં બેસીને ખાલી વહિવટ જ કરતા હતા.
Reporter: