News Portal...

Breaking News :

જૂના અખાડાએ સંન્યાસી બનવા માટે જોડાયેલી 13 વર્ષની સગીરાને સંપૂર્ણ સન્માન સાથે તેના માતાપિતાને સ

2025-01-11 20:55:01
જૂના અખાડાએ સંન્યાસી બનવા માટે જોડાયેલી 13 વર્ષની સગીરાને સંપૂર્ણ સન્માન સાથે તેના માતાપિતાને સ


પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જૂના અખાડામાં તાજેતરમાં સંન્યાસી બનવા માટે જોડાયેલી 13 વર્ષની સગીરાને નિયમોની વિરુદ્ધ ગણીને અખાડામાંથી હાંકી કાઢવામાં આવી છે. તેમજ સાથે સાથે બાળકીને દીક્ષા આપનાર તેના ગુરુ મહંત કૌશલ ગિરિને પણ સાત વર્ષ માટે અખાડામાંથી બહાર કરવામાં આવ્યા છે. 


જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા મહંત નારાયણ ગિરીએ શનિવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અખાડાના નિયમો મુજબ 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને પ્રવેશ આપી શકાતો નથી. શુક્રવારે યોજાયેલી અખાડાની સામાન્ય સભામાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે, આ બાળકીનો પ્રવેશ રદ કરવામાં આવશે અને મહંત કૌશલ ગિરિ મહારાજને સગીર છોકરીને પ્રવેશ આપવા બદલ સાત વર્ષ માટે બહાર કરવામાં આવ્યા છે. વધુ માહિતી આપતાં નારાયણ ગિરીએ કહ્યું કે, સગીરાને સંપૂર્ણ સન્માન સાથે તેના માતાપિતાને સોંપવામાં આવી છે. જૂના અખાડાના નિયમ પ્રમાણે 25 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓને જ અખાડામાં સામેલ કરી શકાય છે. જોકે, જો માતા-પિતા સગીર છોકરાને અખાડામાં સમર્પિત કરવા માંગે છે, તો નિયમો અનુસાર તેને અખાડામાં સામેલ કરી શકાય છે.જૂના અખાડાના આશ્રયદાતા મહંત હરિ ગિરિ, પ્રમુખ મહંત પ્રેમ ગિરિ અને અન્ય વરિષ્ઠ સંતોએ બેઠકમાં હાજરી આપી હતી. 


આ બેઠક દરમિયાન સંતોએ મહંત કૌશલ ગિરિ પર નારાજગી વ્યક્ત કરી હતી કે, જેમણે અખાડાને જાણ કર્યા વિના એક સગીર છોકરીને દીક્ષા આપી હતી.સગીરાની માતા રીમા સિંહે જણાવ્યું કે, મહંત કૌશલ ગિરિ મહારાજ છેલ્લા ત્રણ વર્ષથી તેમના ગામમાં ભાગવત કથા કરે છે. જ્યાં તેમની 13 વર્ષની દીકરી રેખા સિંહએ ગુરુજી પાસેથી દીક્ષા લીધી. તેમણે કહ્યું કે તેમની દીકરીએ સાંસારિક મોહ-માયાનો ત્યાગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને સાધ્વી બનવાની વાત કરી. અમે ભગવાનની ઇચ્છા માનીને દીકરીને જૂના અખાડાને સોંપી દીધી. મહંત કૌશલ ગિરિએ રેખાને દીક્ષા આપી અને તેનું નવું નામ 'ગૌરી ગિરિ' રાખ્યું. હવે અખાડાએ આ સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યું છે અને મહંત અને સગીર છોકરી બંનેને બહાર કરવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post