વડોદરાના માંજલપુર વિસ્તારમાં વુડસ વીલા બંગલોમાં એક મકાનમાં ટાઇલ્સનું કામ કરનારા વ્યક્તિની નાની પુત્રી પર ટાઇલ્સ પડતાં તેનું મોત થયું હતું.

ઘટનાના પગલે ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. નવાઇની વાત એ છે કે આ ઘટના બાદ અશોક નામનો કોન્ટ્રાક્ટર સ્થળ છોડીને ભાગી છુટ્યો હતો. મળેલી માહિતી મુજબ માંજલપુર વિસ્તારના મકનામાં ટાઇલ્સનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મજુરની નાની બાળકી પર જ મજબૂત વજનદાર ટાઇલ્સ પડી હતી જેથી તેનું મોત થયું હતું. મળેલી માહિતી મુજબ રિદીયા નિનામા નામની 10મહિના ની બાળકીનું મૃત્યું થયું હતું. ઘટનાના પગલે માંજલપુર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

બાળકીના માતા પિતા જ્યારે ટાઇલ્સનું કામ કરતા હતા ત્યારે ટાઇલ્સ બાળકી ઉપર પડી હતી. માંજલપુરના વુડસ વીલા બંગલામાં ખાનગી મકાનની અંદર કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. નાની દીકરીની સાથે એક બાળકને પણ ઇજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો ઘટના બાદ કોન્ટ્રાક્ટર સ્થળ ઉપરથી ભાગી ગયો હોવાનો આક્ષેપ પરિવાર એ કર્યો હતો. દીકરીના પરિવારે માંગણી કરી હતી કે અમને ન્યાય મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી થવી જોઈએ.

Reporter: admin







