News Portal...

Breaking News :

આંધ્રપ્રદેશથી તિરુપતિના 1 લાખ લાડુ અયોધ્યા લાવવામાં આવ્યા હતા: સત્યેન્દ્ર દાસ

2024-09-22 18:07:24
આંધ્રપ્રદેશથી તિરુપતિના 1 લાખ લાડુ અયોધ્યા લાવવામાં આવ્યા હતા: સત્યેન્દ્ર દાસ


અયોધ્યા : રામ મંદિરના મુખ્ય આરાધક આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે, આંધ્રપ્રદેશથી તિરુપતિના 1 લાખ લાડુ અયોધ્યા લાવવામાં આવ્યા હતા. 


ટીટીડી પ્રતિનિધિમંડળ આ લાડુઓ મોટા બોક્સમાં પેક કરીને લાવ્યા હતા. આ પ્રસાદ રામ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો. જો તેમાં પશુની ચરબી ભેળવવામાં આવી હતી તો તે ક્ષમાપાત્ર ન હોઈ શકે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારીએ આંધ્રપ્રદેશના તિરૂપતિમાં વેંકટેશ્વર સ્વામી મંદિરના 'પ્રસાદ' (લાડુ) તૈયાર કરવા માટે વપરાતા ઘીમાં પશુની ચરબી મળવાથી નારાજગી વ્યક્ત કરી હતી.


આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું, જો પ્રસાદમાં પશુની ચરબી હોય તો આ એક ગુનો છે. જેમાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. દાસે કહ્યું કે, આ હિન્દુ આસ્થા સાથે ખિલવાડ છે. આ મામલાની તપાસની માગ કરી અને ગુનેગારો માટે કડક કાર્યવાહીની માગ કરી છે.

Reporter: admin

Related Post