1000 અને 500 ના દર ની રદ કરેલી 24,98,500 ની 2,798 નોટો મળી
વડોદરા : ભારત સરકાર દ્વારા રદ થયેલી 1000 અને 500 ₹ ની જૂની નોટો લઈને ફરતી ટોળકી ને વડોદરા એલ સી બી ઝોન 3 દ્વારા ઝડપી લેવાઈ છે.પોલીસ માટે બગાશું ખાતા પતાશું મળ્યા જેવો ઘાટ થયો છે.
નાશ્તા ફરતા આરોપી ને પકડી પાડવા માટે પોલીસ ગોઠવેલી વોચ દરમિયાન પોલીસ ને મળી સફળતીછે.ચોક્કસ બાતમી ના આધારે રીક્ષા માં ચલણી નોટો લઇ ને ફરતી ટોળકી ને ઝડપી પાડી છે. પોલીસે 1000 અને 500 ના દર ની રદ કરેલી 24,98,500 ની 2,798 નોટો ઝડપી છે.પોલીસે આ મામલે સામંત ઉર્ફે જીગો ભરવાડ, નાથાભાઈ ભરવાડ, મુકેશ ભરવાડ, અહેમદ મન્સૂરી અને વજેકન ભરવાડ ની કરી ધરપકડ છે.
હાલ આ રદ થયેલી નોટોની બજાર કિંમત શુન્ય છે પરંતુ આ ટોળકી પાસે આટલી બધી નોટો આવી કેવી રીતે તે એક સવાલ છે.પોલીસે ટોળકી પાસે થી ચાર મોબાઈલ અને રીક્ષા મળી 65,000 નો મુદ્દમાલ કબ્જે લીધો છે.પોલીસે આ ટોળકી ચલણ માંથી રદ થયેલી નોટો કોને આપવા જતી હતી, ક્યાં થી લાવી હતી, તે દિશા માં તપાસ હાથધરી છે.પાણીગેટ પોલીસે તમામ ની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
Reporter: admin







