વડોદરા : આઠ મહિના પહેલા ફેસબૂક પર મિત્રતા થયા પછી મહિલાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચરનાર હોટલ માલિકની મકરપુરા પોલીસે ધરપકડ કરી હતી.
હોટલ હેવન ઇન ના માલિક કર્મદીપસિંહ રણવીરસિંહ ચાવડા રહે.શરદ નગર, અલવા નાકા, માંજલપુરે એક મહિલાને ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આઠ મહિનાથી તેઓ એકબીજાના સંપર્કમાં હતા.ત્યારબાદ તેણે મહિલાને હોટલ પર વાતચીત કરવા માટે બોલાવી હતી.
આરોપીએ બે વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.આબરૂ જવાના ડરથી મહિલાએ ગત 21 મી તારીખે જાતે હાથ પર ચાકૂના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ અંગે મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી કર્મદીપસિંહની ધરપકડ કરી છે.
Reporter: admin







